સુરત :અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ તોફાનનું નામ નિર્સગ છે. જે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ વધી રહ્યું છે. સાંજે 5 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાશે. પરંતુ આની અસર સુરતમાં પણ જોવા મળશે. સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. જેને લઈને સુરતમાં તંત્ર સતર્ક થયું છે.
સુરતના સુંવાલી બીચ પર NDRF ની ટીમ તૈનાત - Surat news
અરબી સમુદ્રમાં સાકાર થયેલા ચક્રવાત નિસર્ગની દિશા બદલાઇ છે. હવે માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જ ચક્રવાત ત્રાટકશે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું મોટું સંકટ દૂર થતાં શહેરીજનો સાથે તંત્રે રાહતના શ્વાસ લીધા છે. પરંતુ તકેદારીના ભાગ રૂપે સુરતમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સુરતમાં તકેદારીના ભાગરૂપે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 150 જેટલા જવાનોની ટીમ સુંવાલી અને અન્ય બીચ પર તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ દરિયા કિનારાની આસપાસ રહેતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દરિયા કિનારે આવેલ કાચા શેડ ની છતની દુકાનોમાંથી સામાન ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. ચક્રવાત નિર્સગના કારણે મુંબઈથી આવતી જતી 19 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
જેમાંથી 11 મુંબઈથી જનારી અને 8 આવનારી ફ્લાઈટ છે. તો બીજી બાજુ મધ્ય રેલવેએ મુંબઈ જનારી 8 સ્પેશ્યલ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યા છે.