સુરત : સમગ્ર ગુજરાતમાં હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો હોય, ત્યારે સમય વિતાવવા માટે લોકો અવનવી જગ્યાઓ પર જતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે સહેલાણીઓ ખાસ કરીને દરિયા કિનારા પર ઉમટી પડતા હોય છે. તેથી તેઓને ગરમીમાં રાહત મળે તે હેતુસર સલાણીઓ દરિયા કિનારે જવું વધારે પસંદ કરતા હોય છે, પરંતુ કોઈક વાર સહેલાણીઓ સાથે દરિયા કિનારે અનિશ્ચિય ઘટના પણ બનતી હોય છે. તેવી એક ઘટના નવસારીના દરિયા કિનારે બનવા પામી છે.
દરિયામાં યુવકો પડ્યા નાહવા :સુરતના મહુવા તાલુકાના વલવાડા ગામના છ યુવકો ગરમીથી રાહત મળે તે હેતુસર નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા માટેનો પ્લાન બનાવ્યો હતો. બપોરના સમય હોય અને સૂર્ય માથે મંડળાતો આગની જ્વાળા કાઢતો હોય તેવા તડકામાં આ યુવાનો દરિયામાં નાહવા માટે ઊંડે સુધી ગયા હતા. બપોરના સમયે દરિયામાં ઓટ હોય આ યુવકો દરિયામાં ઊંડે સુધી મોજ મસ્તી કરવા માટે ગયા હતા, પરંતુ અચાનક બપોરના સમયે ચોથની ભરતીના પાણી વધતા તેઓ દરિયાના પાણીમાં ખેંચવા લાગ્યા હતા.
બચાવો બચાવોની યુવાનોની બૂમાબૂમ :યુવાનો દરિયામાં ખેંચાતા બચાવો બચાવોની બૂમાબૂમ કરતા દરિયા કિનારે ફરજ બજાવતા મરીનના પાંચ હોમગાર્ડ જવાનોને ધ્યાને આવ્યા હતા. જેને લઈને જવાનોએ તુરંત જ આ યુવાનોએ લાઈફ જેકેટ લઈ દરિયામાં ઊંડે સુધી એટલે કે યુવકો પાસે પહોંચી ગયા હતા. ડૂબતા છ યુવાનોને લાઈફ જેકેટ પહેરાવી હેમખેમ કિનારે લઈ આવ્યા હતા. યુવાનોને અને આસપાસના લોકોએ બચાવનાર આ પાંચે જવાનોને તેમની સરાહનીય કામગીરીથી બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. બનાવનાર યુવાન જીગ્નેશ ડી ટંડેલ, નિતીન ટંડેલ, ચંદ્રકાંત પટેલ ,પ્રશાંત પટેલ અને દિવ્યેશ પટેલ હતા.