નવરાત્રી એટલે દેવી શક્તિની આરાધનાનો પર્વ. જેમાં નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- અર્ચના કરવામાં આવે છે, ત્યારે વાસ્તવિક જીવનમાં સ્ત્રી સન્માનની માત્ર વાતો જ સાંભળવા મળે છે. ક્યારેક સમાજના નામે તો ક્યારેક તેના માસિક ધર્મને લઈ તેના સન્માનનું વારંવાર હનન કરવામાં આવે છે. આથી સ્ત્રી હિત અને લોક જાગૃતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સુરતની IDT શૈક્ષણિક સંસ્થામાં અનોખી રીતે નવરાત્રી ઉજવવામાં આવી હતી.
સુરતમાં લોકજાગૃતિ અર્થે હાથમાં સેનેટરી પેડ લઈ ખેલૈયાઓ ગરબે ધુમ્યા
સુરતઃ શહેરની IDT શૈક્ષણિક સંસ્થામાં નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને માસિક ધર્મની સમજ આપવા અને સેનેટરી પેડ અંગે જાગ્રુત કરવામાં આવ્યાં હતાં. જેની માટે ખેલૈયાઓએ હાથમાં સેનેરટરી પેડ લઈને ગરબે ઘૂમ્યાં હતાં. આમ, રૂઢિવાદી વિચારધારાને પડકારવા અને મહિલાઓના હિતને કેન્દ્રમાં રાખીને આ અનોખી નવરાત્રી ઉજવવામાં આવી હતી.
સુરતમાં લોકજાગૃતિ અર્થે હાથમાં સેનેટરી પેડ લઈ ખેલૈયાઓ ગરબે ધુમ્યા
આજે પણ કેટલાંક વિસ્તારોમાં સ્ત્રીને માસિક ધર્મના કારણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. જેથી સ્ત્રી જાગૃતિ અને તેમના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને સેનેટરીના ઉપયોગ અંગે લોકોને માહિતગાર કરવામાં માટે આ સેનેટરી પેડની થીમને કેન્દ્રમાં રાખીને નવરાત્રી ઉજવવામાં આવી હતી. જેમાં IDT વિદ્યાર્થીઓ સેનેટરીના પેડને હાથમાં લઈને ખેલૈયાઓને ગરબે ઘૂમ્યાં હતાં.