ગુજરાત

gujarat

ETV Bharat / state

National Ranking Table Tennis Championship : સુરતના આંગણે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું કરાયું આયોજન - પંડિત દિન દયાલ ઇન્દોર સ્ટેડિયમ

સુરતમાં 23 થી 28 જાન્યુઆરી સુધી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ખેલાશે. આ ચેમ્પિયનશિપ પંડિત દિન દયાલ ઇન્દોર સ્ટેડિયમમાં (Table Tennis Championship in Surat ) ખેલાશે. જેનું આયોજન સુરત ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિએેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, વેસ્ટબંગાલ સહિત આંતરરાષ્ટ્રીયસ્તરે નામના ધરાવતાં ખેલાડીઓ પણ સુરતના આંગણે આવશે.

Sports in Surat સુરતના આંગણે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, બોય્ઝ ગર્લ્સને એકસરખું ઇનામ મળશે
Sports in Surat સુરતના આંગણે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, બોય્ઝ ગર્લ્સને એકસરખું ઇનામ મળશે

By

Published : Jan 21, 2023, 3:12 PM IST

આ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આગામી 23 થી 28 જાન્યુઆરી સુધી રમાડવામાં આવશે

સુરત શહેરના આંગણે ફરી એક વખત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આગામી 23 થી 28 જાન્યુઆરી સુધી રમાડવામાં આવશે. તે ઉપરાંત આ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કુલ 1800 કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે.

23 થી 28 જાન્યુઆરી ખેલાશે ચેમ્પિયનશિપ : સુરત શહેરના માટે ફરી એક વખત ગૌરવની વાત છે કે ફરી એક વખતે સુરતના આંગણે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આગામી 23 થી 28 જાન્યુઆરી સુધી રમાડવામાં આવશે. આ ચેમ્પિયનશિપ પંડિત દિન દયાલ ઇન્દોર સ્ટેડિયમ ઉપર રમાડવામાં આવશે. આ આયોજન સુરત ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિએેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં કુલ 1800 કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. સૌથી વધુ ખેલાડીઓ મહારાષ્ટ્ર, તમિલનાડુ, વેસ્ટબંગાલમાંથી નોંધાયા છે.

9 લાખ રૂપિયા ઇનામી રકમ આપવામાં આવશે : આ ચેમ્પિયનશિપમાં નેશનલ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ખેલાડી હરમિત અને ક્રિત્વિકા સિંહા રોયની પતિપત્નીની જોડી પણ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. એમાં સુરતનો માનવ ઠક્કર, ફેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પણ તેમની શાનદાર રમત દાખવવા આતુર છે.

આ પણ વાંચો Vadodara : UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે, પહેલીવાર સરખું ઇનામ

આકર્ષણનું કેન્દ્ર બનશે જી. સાથિયાન :ભારતમાં મોખરાના ક્રમાંક ધરાવતો તથા વિશ્વમાં 39માં ક્રમનો જી. સાથિયાન સુરત ખાતેની આ ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનો છે. જોકે આ પહેલા પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ તાજેતરમાં વડોદરા ખાતે યોજાઇ હતી. એમાં વિજેતા માનુષ શાહ સુરતમાં પણ વધુ સફળતા મળે તેવો મનસૂબો ધરાવે છે. ભારતનો મોખરાનો ખેલાડી તથા મહારાષ્ટ્રનો સાનિલ શેટ્ટી ભારતમાં નંબર વન પણ સુરતમાં જોવા મળશે.

કઇ ઇવેન્ટ ખેલાશે :નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ, અંડર-11,13,15,17 અને 19 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ તથા મિક્સ ડબલ્સ ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે લગભગ 60 ટેકનિકલ અધિકારીઓ તેમની નિષ્ણાત તરીકેની સેવા આપશે. આ ચેમ્પિયનશિપ માટે કુલ 9 લાખ રૂપિયા ઇનામી રકમ આપવામાં આવશે. આ ગેમ્સ ટુર્નામેન્ટ 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે.

આ પણ વાંચો ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુરતના હરમિત દેસાઈની પસંદગી થાય તેવી શક્યતાઓ

બોય્સ-ગર્લ્સને એકસરખું જ ઇનામ : સુરતમાં સેકન્ડ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ થવા જઈ રહી છે. આ ચેમ્પિયનશિપમાં 1800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. આમાં વિજેતા ખેલાડીને ટોટલ 9 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ગેમ્સમાં પહેલી વખત બોય્સ-ગર્લ્સને એકસરખું જ ઇનામ આપવામાં આવશેે. 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપને લઇને આખું સુરત શહેર રમતનગરી બની જશે.

ચેમ્પિયનશિપમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ : આયોજકો તરફથી વધુમાં જણાવાયું કે આ સેકન્ડ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારત દેશના નંબર વન અને વર્લ્ડના ખેલાડી એવા શરદ કમલ તથા આપણા સુરતના હરમિત દેસાઈ, માનવ ઠક્કર, માનુષ શાહ, આવા પુરુષ ખેલાડીઓ આવશે અને મહિલાઓમાં સેઝા કુલણા જેઓ કોમનવેલ્થ ચેમ્પિયન છે તેઓ આવશે. તો આ રીતે ઘણા ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details