સુરત:રવિન્દ્ર પૂરી મહારાજે કહ્યું કે, સનાતન સંસ્કૃતિની એક પરંપરાઓ રહી છે. ગુજરાત રાજ્યની એક અલગથી પરંપરાઓ રહી છે. આ સંતો અને ભક્તોની ભૂમિ છે. હું 25 વર્ષ બાદ સુરત આવ્યો છું. આ તાપી માતાનો તટ છે. સુરતમાં ઘણા લોકો ભાવુક છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, તમામ રાજ્યના લોકો અહીં રહે છે. અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ભગવાને શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. હું એ શતાબ્દી મહોત્સવમાં આવ્યો હતો. ત્યારબાદ અહીંના મારા જે મને આગ્રહ કર્યો કે તમે ઘણા વર્ષોથી સુરત (Rabindra Puri Maharaj at surat) આવ્યા નથી. માતાજીએ આદેશ આપ્યો અને હું સુરત આવી પહોંચ્યો. (love jihad)
આ સંતો અને ભક્તોની ભૂમિ છે: રવિન્દ્ર પૂરી મહારાજે કહ્યું કે, ભારતની જે સંસ્કૃતિઓ રહી છે. ધર્મ આપણા સમાજનું એક એવો ભાગ છેકે,જેની શરૂઆત માતા પિતા થી થાય છે.યુવા પેઢીના સંસ્કારોની કમી બાબતે સમજે વિશેષ ધ્યાન આપવું જોઈએ.તેમાં ખાસ કરીને ધર્મ આચારિયો કા અને જે અધ્યાપકો છે તેમનું વિશેષ ધ્યાન આપવું જોઈએકે, યુવાપેઢીના જે છોકરા છોકરીઓ છે. એ લોકોમાં ચરિત્ર નિર્માણની શિક્ષાઓ હોવી ખૂબ જ જરૂરી છે.જે રાજામાં ચારિત્ર્ય નથી તે રાજ્યનો વિનાશ થતા વાર નથી લાગતો. એજ પ્રકારે સામાન્ય ઘરમાં ચારિત્ર્ય હોવું ખૂબ જરૂરી છે. જે સમાજમાં ચારિત્ર્યવાન લોકો (Ravindrapuri Maharaj Statement on love jihad) રહે છે. તે સમાજમાં સુખ સમૃદ્ધિ લક્ષ્મી, શાંતિ, બધું રહે છે.
ડ્રગ્સને લઈને આપ્યું નિવેદન: આજની જે યુવા પેઢીઓ છે. જે પ્રકારે નશાની તરફ દોડી રહ્યા છે. ગુજરાતમાં ઘણા સમય થી જે રીતે ડ્રગ્સ પકડાય રહ્યું છે તે ખૂબ ચિંતાનો વિષય છે. કારણકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સંદેશ રહ્યો છે કે, ગુજરાતને તેમણે વિકસિત રાજ્ય બનાવ્યું છે. પરંતુ આજની જે પરિસ્થિતિઓ છે, તે ખૂબ જ ચિંતાજનક છે. રાજ્યના ગૃહપ્રધાને ગત પત્રકાર સંમેલનમાં કહ્યું હતું કે, સમુદ્રના માર્ગે ડ્રગ્સ ભારતમાં આવી રહ્યા છે. એ માટે ભારત અને રાજ્ય સરકાર અને નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ. નશો આપણા સમાજને અંદરથી જ ખોખલો કરી રહ્યું છે. નશાની પ્રવૃત્તિઓ વધાવવા માટે લોકો જવાબદાર છે. શાસન અને પ્રશાસનને એ લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. આ કાર્યમાં સાધુ સંતોની જરૂર પડશે તો અમે તૈયાર છીએ.