ગુજરાત

gujarat

ETV Bharat / state

બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત - National Gopal Ratna awarded two Gujarati cattle

દેશી ગાય અને ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતના નિલેશભાઈ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના બ્રિન્દા શાહને તૃતીય ક્રમે પુરસ્કાર એનાયત કરાયો છે.

National Gopal Ratna awarded to two Gujarati cattle breeders in the category of best breeder of native cow/buffalo breed
National Gopal Ratna awarded to two Gujarati cattle breeders in the category of best breeder of native cow/buffalo breed

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 3:08 PM IST

સુરત:રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતેથી કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરાયા હતા. મહત્વનું છે કે ગુજરાતના બે પશુપાલકોને આ એવોર્ડ આપવામાં આવ્યા છે. દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ 1770 અરજીઓ પૈકી અલગ અલગ ત્રણ કેટેગરી માટે પસંદગી પામેલા 10 પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલકોનો સમાવેશ થાય છે.

પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત

રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ પુરસ્કાર એનાયત: દેશી ગાય-ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થતા પુન: ગુજરાતના પશુપાલકોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં સુરતના નિલેશભાઈ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના બ્રિન્દા શાહને તૃતીય ક્રમે ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે. એટલુ જ નહિં, પશુધન ક્ષેત્રનું આજે ભારતીય અર્થતંત્રમાં ખુબ મોટું યોગદાન છે. આ ક્ષેત્રમાં કાર્યરત એઆઈ ટેકનિશિયન અને ડેરી સહકારી મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને આ એવોર્ડ 1. દેશી ગાય/ભેંસની જાતિઓ ઉછેરના શ્રેષ્ઠ ડેરી ખેડૂત, 2. શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી /દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા અને 3. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT) એમ કુલ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.

10 પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલકોનો સમાવેશ:આ માટે ઓનલાઈન પોર્ટલ પર દેશભરમાંથી પશુપાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ 1770 અરજીઓ પૈકી અલગ-અલગ ત્રણ કેટેગરી માટે પસંદગી પામેલા 10 પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલકોનો સમાવેશ થયો છે.

  1. ગુજરાત કેબિનેટ બેઠકમાં વાઈબ્રન્ટની સમીક્ષા, પાર્ટનર દેશની સંખ્યામાં વધારો થશે
  2. 7 ડિસેમ્બરના રોજ આણંદ ખાતે ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ યોજાશે, દિગ્ગજ કંપનીઓ ભાગ લેશે

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details