ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પહોંચેલા રાજસ્થાનના સાંસદે ગહેલોત સરકારને આડે હાથ લીધી - સુરત ન્યૂઝ

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા.જેમાં તેમણે રાજસ્થાનના નાગોરમાં થયેલ દલિત યુવકની કરપીણ હત્યા બાબતે તેઓએ ગહેલોત સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમજ દલિતોના પ્રશ્નો સામે આવાજ ઉઠાવવાની હાકલ કરી હતી.

surat
surat

By

Published : Feb 22, 2020, 10:03 PM IST

સુરત: રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે રાજસ્થાનના નાગોરમાં થયેલી દલિત યુવકની કરપીણ હત્યા અંગે ગહેલોત સરકારને વિધાનસભા અને રોડ પર ઘેરવાની વાત કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે, "કેન્દ્રની સરકાર ભલે દલિતો માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનમાં ભાજપ દલિતોના પ્રશ્નો અને તેમની સાથે થતાં અત્યાચારને લઈ ગંભીર નથી."

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલ આજે સુરતની મુલાકાતે
આજે રાજસ્થાનના નાગોર લોકસભા વિસ્તારના રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ રાજસ્થાન સરકારને આડેહાથ લીધી હતી. હાલમાં જ નાગૌરના દલિત યુવકની કરપીણ હત્યા બાદ બાડમેરમાં મુસ્લિમ યુવકની પણ બર્બરતાપૂર્ણ હત્યા કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાનની કાયદાયવસ્થા તેને ન્યાય અપવવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેથી હનુમાન બેનીવાલે ગહેલોત સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાજસ્થાન સરકાર પર આકરા પ્રહાર કરતા હનુમાન બેનીવાલે જણાવ્યું હતું કે, "સુરત થી રાજસ્થાન પહોંચ્યા બાદ તે પોતે અને તેમની પાર્ટીના દ્વારા દલિત યુવકની હત્યાના બનાવ પાર વિધાનસભાથી લઈ રોડ સુધી સરકારને ઘેરશે."

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "ભલે કેન્દ્રમાં બેસેલી મોદી સરકાર દલિત સમાજ માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનની ભાજપ પાર્ટી દલિતોની ચિંતા કરતી નથી અને આજ કારણ છે કે દલિત યુવકની હત્યા બાદ પણ તેને ન્યાય અપાવવા માટે પ્રદેશ ભાજપ નીરસ જોવા મળી રહી છે." આવનાર વિધાનસભામાં ભાજપ સાથે ગઠબંધન થશે કે નહીં તેને લઈને મોટો પ્રશ્ન છે. જો ,કે હનુમાન બેનીવાલે PM મોદીની કાર્યશૈલી અને તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હાલમાં આવેલા CAA કાયદાને સમર્થન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details