ગુજરાત

gujarat

ETV Bharat / state

નારાયણ સાંઈ હવે ઘાસ કાપશે અને કચરો વીણશે !!! - Sweta singh

સુરતઃ દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૈભવી જીવન જીવનાર સાંઈ હવેથી જેલમાં ઘાસ કાપવાનું અને કચરો વીણવાનુ કામ કરશે. ઘાસ કાપવાનો અનુભવ નહીં હોવાથી અને કાચો ચેહરો હોવાથી 3 મહિના પગાર નહીં મળે.

નારાયણ સાંઈ

By

Published : May 10, 2019, 11:41 AM IST

Updated : May 10, 2019, 2:29 PM IST

ભારતની સાધુ-સંત પરંપરાને લજવનાર અને હેવાનિયતની હદ વટાવનાર નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની બે બહેનોનું જાતીય શોષણ કરનાર સાંઈને લાજપોર જેલમાં ઉતારી દેવાયો છે.

નારાયણ સાંઈ જેલમાં કેદી નંબર 1750 તરીકે ઓળખાશે. તેને જેલમાં ઘાસ કાપવાનુ કામ સોંપવામાં આવ્યુ છે. કેદી નારાયણ સાંઈને આ કામનો કોઈ પણ અનુભવ નથી જેથી ત્રણ મહિના સુધી તેણે તાલિમ મેળવવાની રહેશે. ત્રણ મહિના પછી આ કામ માટે તેને દૈનિક 70 રુપિયાનો પગાર મળશે. આ સાથે તેણે બાગમાંથી કચરો પણ વીણવો પડશે.

Last Updated : May 10, 2019, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details