ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 'નમસ્તે ટ્રમ્પ'ની વિશાળકાય અદ્દભૂત 3D રંગોળી...

સુરતમાં 'બે મહાન દેશો અને બેમિસાલ દોસ્તી' આ સંદેશ સાથે 24મી ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાને મળશે. ટ્રમ્પના સ્વાગત માટે સુરત ખાતે એક ખાસ મોટેરા સ્ટેડિમની રંગોળી બનાવવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેની સુંદર 3D રંગોળી તૈયાર કરવામાં આવી છે. જે રંગોળીમાં લખ્યું છે "નમસ્તે ટ્રમ્પ".

3D રંગોળી વડે 'નમસ્તે ટ્રમ્પ'
3D રંગોળી વડે 'નમસ્તે ટ્રમ્પ'

By

Published : Feb 22, 2020, 5:40 PM IST

સુરતઃ 24મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મોટેરા સ્ટેડિયમની ઝલક કેવી હશે તેનું ચિત્ર સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે. 3D રંગોળીના માધ્યમથી સુરતના પાંચ રંગોળી આર્ટિસ્ટો દ્વારા શહેરના ગોયેન્કા ઇન્ટરનેશનલ શાળામાં ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવ્યું છે. મોટેરાના વિશાળ સ્ટેડિયમની જેમ સુરતની આ રંગોળીમાં પણ મોટેરાને વિશાળકાય બનાવવામાં આવ્યું છે. 20 બાય 20 ફૂટની આ રંગોળીમાં 12 કલરના માધ્યમથી સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની તસવીર બનાવવામાં આવી છે.

સુરતમાં વિશાળકાય 3D રંગોળી વડે 'નમસ્તે ટ્રમ્પ'

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ અતિ ઉત્સાહિત સુરતના રંગોળી આર્ટિસ્ટો દ્વારા ટ્રમ્પના સ્વાગત માટે આ રંગોળી બનાવવામાં આવી છે. સુરતના ગોયેન્કા ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ પણ આ રંગોળીને નિહાળી કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ લગાવી રહ્યા છે. આશરે 15 કલાકથી વધુ સમય બાદ આ રંગોળી સુરતના આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સુરતના આર્ટિસ્ટો ભલે અમદાવાદના "નમસ્તે ટ્રમ્પ" કાર્યક્રમમાં હાજર ન રહે શકે, પરંતુ રંગોળી વડે તમામ આર્ટિસ્ટોએ મોદી અને ટ્રમ્પને વેલકમ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details