સુરતવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સ્વ. હીરાબા મોદીનું (Hiraba Modi PM Modi Mother) આજે વહેલી સવારે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને માતાના અંતિમ દર્શન કર્યા પછી તેમની અંતિમ વિધિ કરી હતી. ત્યારે હવે સુરતમાં પણ સ્વ. હીરાબા મોદીને (Hiraba Modi PM Modi Mother) શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓએ પાળ્યું 2 મિનીટનું મૌન અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik shikshan samiti surat) સંચાલિત ડૉક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળામાં અને નવી સિવિલ હોસ્પિટલમાં (civil hospital staff pays tribute to Hiraba) નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે શાળાની વિદ્યાર્થિનીઓએ 2 મિનીટનું મૌન પણ પાળ્યું હતું. અહીં વિદ્યાર્થીઓએ હીરાબાના ફોટો (Hiraba Modi PM Modi Mother) સામે દિવો પણ પ્રગટાવ્યો હતો.