સુરતઃશહેરમાં આવેલા નાનપુરા વિસ્તારમાં સાડા 4 મહિના બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેના કારણે ચકચાર મચી છે. ત્યારે હવે જ અઠવાલાઈન્સ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોSurat news: રહસ્યમય મોત, આલ્કોહોલના દ્રાવણ ભરેલી ટાંકીમાંથી મળ્યો મૃતદેહ
કુંવડ વાડીની ઘટનાઃ મળતી માહિતી અનુસાર, નાનપુરા વિસ્તારમાં આવેલા એકતા સર્કલ પાસે કુંવડ વાડીમાં રહેતા લક્ષ્મણ વિશ્વકર્મા એક કંપનીમાં ઑફિસ બોય તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. ત્યારે આજે (ગુરૂવારે) વહેલી સાવરે તેમની સાડા 4 મહિનાની બાળકી જિયાંશીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. જોકે, બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટર નિશા ચન્દ્રાએ બાળકીને મૃત જાહેર કરી હતી. તેના કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ આ મામલે આઠવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
એમના પપ્પાએ કહ્યું શ્વાસ પણ નથી લઈ રહીઃઆ અંગે મૃતક જિયાંશીની માતા મનીષાબેને જણાવ્યું હતું કે, રાત્રે દૂધ પીવડાવ્યું ત્યારબાદ તેને સુવડાવી દીધી હતી. હું સવારે 4 વાગ્યે ઊઠી પાણી ભરવા ગઈ હતી. ત્યારે મેં જિયાંશીને જગાડી હતી પણ તે ઊઠી નહતી. એટલે મેં તેના પપ્પાને બોલાવ્યા ને કહ્યું હતું કે, જૂઓ તો જિયાંશી ઉઠતી જ નથી. તો તેના પપ્પાએ કહ્યુંકે શ્વાસ પણ લઇ રહી નથી.
આ પણ વાંચોValsad News : લગ્નના ઘોડે ચડે તે પહેલા યુવાન અકસ્માતમાં મૃત્યુ
રાત્રે 2 વાગ્યે દૂધ પીવડાવ્યું હતુંઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ જિયાંશીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં અમને ખબર પડી કે તેનું મૃત્યુ થઈ ગયું છે. જોકે, તેને કોઈ પણ પ્રકારની બીમારી નહતી.
આવા કેસ ઘણા ઓછા આવે છેઃ આ અંગે સિવિલ હોસ્પિટલના RMO ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આવા કેસ ઘણા ઓછા આવતા હોય છે. આવા કેસમાં એવું બંને કે, માતા જ્યારે પણ પોતાના સંતાનને દૂધ પીવડાવ્યા બાદ તેને સુવડાવી દે તો એમાં બાળકે પીધેલું દૂધ પેટમાં પચતું નથી. તે દૂધ ઉપર આવીને શ્વાસ નળીમાં ફસાઈ જાય તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે અને જેથી બાળકનું મોત થઈ જતું હોય છે. જેથી જો માતા પોતાના સંતાનને સ્તનપાન કરાવે છે. તો તેને દૂધ પીવડાવા બાદ ખભે મૂકી થોડી વાર સુધી ફરવું જોઈએ, જેથી દૂધ પચી જાય.