- મિઝોરમની 27 વર્ષીય યુવતીનો ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો
- રૂમમાંથી દુર્ગંધ આવતી હતી અને અંદરથી દરવાજો લોક હતો
- મોતનું કારણ સ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણવા મળશે
સુરત :વેસુ ખાતે આનંદ આવાસમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામ કરતી મિઝોરમની 27 વર્ષીય યુવતીનો ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સુરતમાં એકલી રહેતી યુવતીને તેણીની માતા ત્રણ-ચાર દિવસથી ફોન કરતી હતી. યુવતી તોઓનો ફોન ઉપાડતી ન હતી. તેથી સુરતમાં રહેતા ઓળખીતાને જાણ કરતા તેમણે આવાસ પર પહોંચી તપાસ કરતા ફ્લેટના અન્ય રહીશો પણ ભેગા થઇ ગયા હતા. રૂમમાંથી દુર્ગંધ આવતી હતી અને અંદરથી દરવાજો લોક હોવાથી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરીને દરવાજો તોડતા જ યુવતી મૃત હાલતમાં મળી આવી હતી.
યુવતીનું ત્રણ-ચાર દિવસ પહેલા મોત થયું હોવાનું જાણવા મળ્યું
યુવતી પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે. ઉમરા પોલીસે મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. યુવતી પાસેથી મોબાઈલ ફોન મળ્યો હોવાથી તેની કોલ ડિટેલ પોલીસ દ્વારા તપાસવામાં આવશે. વધુમાં યુવતીનું ત્રણ-ચાર દિવસ પહેલા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : વડોદરામાં મોડીરાત્રે અટકાયત કરાયેલા 45 વર્ષીય વ્યક્તિનું રહસ્યમય મોત નિપજ્યું
બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતીને તેની માતા ત્રણ દિવસથી ફોન કરતી હતી