સુરત:29 વર્ષીય પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ વાઈટ હાઉસમાં પોતાના સાસરે આવેલી 29 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાના લગ્ન:ચાર મહિના પહેલા જ સુરત પોતાના ભાઈના લગ્રનમાં આવ્યા હતા. ત્યારબાદથી તેઓ પોતાના પપ્પાને ત્યાં રહેતા હતા. પરંતુ પાંચ દિવસ પહેલા જ યુવતી પોતાના સાસરે ગયા હતા. ત્યાં તેમની સાથે સાસરિયા પક્ષ સાથે કોઈ વાતે બોલા ચાલી થઈ હતી.જે બાદ આપધાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પછી તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Surat Crime: સુરતમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો
લગ્નન માટે સુરત આવ્યા:આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિત.એચ.કડછાએ જણાવ્યું કે, આ મામલે અમને મૃતક કે જેઓ 29 વર્ષના હતા. તેઓ પોતાના પતિ જોડે ઇઝરાયલમાં રહે છે. તેઓ થોડા મહિનાઓ પેહલા જ સુરત પોતાના પપ્પાને ત્યાં સરથાણા આવ્યા હતા. ભાઈના લગ્નનમાં ત્યારબાદ તેઓ પોતાના સાસરે જે મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઓપેરા હાઉસમાં ગયા હતા ત્યાંજ તેમને આપઘાત કરી લીધો હતો.યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં સાસરી વિરુદ્ધ માનસિક હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Surat Class 10th Student Suicide : પરીક્ષા પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
છૂટાછેડા માટે દબાણ કરતા:વધુમાં જણાવ્યુંકે, યુવતીના સાસરી પક્ષ દ્વારા તેમને ગમે તેવું બોલતા હતા. તેમનો પતિ અને સાસરી પક્ષ વાળા એમને કેહતા હતા કે, તું મને ગમતી નથી કહી પતિ તેમજ સાસુ-સસરા અને નણંદ- નણદોઈ છૂટાછેડા માટે દબાણ કરતા હોવાથી તેણીએ અંતિમ પગલું ભર્યું છે. આ તમામ બાબતો તેમણે પોતાના ફરિયાદમાં નોંધાવ્યું છે. હાલ આ મામલે અમે બંને પક્ષોના નિવેદન લઇ લીધા છે. તેમને ગઈકાલે ફરી બોલવામાં આવ્યા છે.