સુરતના કોટ વિસ્તારમાં સૌ પ્રથમ વખત ન્યુ નેવી સ્પોર્ટ ચેરીટેબલ દ્રારા દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજક મુસ્લિમ સમાજના છે. અને વરિષ્ઠ નાગરિક છે. તેમ છતાં દિવ્યાંગો માટે આટલું સુંદર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યુ હતું. આયોજક અયુબ નાગોરીએ જણાવ્યું હતું કે, કેટલાક વર્ષોથી તેઓ નવરાત્રીનું આયોજન કરતાં આવ્યા છે.
મુસ્લિમ આયોજક દ્વારા દિવ્યાંગો માટે ગરબાનું આયોજન - ન્યુ નેવી સ્પોર્ટ ચેરીટેબલ
સુરત: આમ તો ગુજરાતમાં કોમર્શિયલથી લઇ શેરી ગરબાની રમઝટ જોવા મળે છે. પરંતુ આ વખતે નવરાત્રીમાં દિવ્યાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગોમાં ગરબાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહયો હતો. સૌથી અગત્યની વાત એ છે કે, આ ગરબાનું આયોજન મુસ્લિમ સમાજના અગ્રણી ઐયુબ નાગોરી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ પોતે પણ દિવ્યાંગ છે અને તેઓએ પણ આ નવરાત્રીની મજા માણી હતી.

etv bharat
મુસ્લિમ આયોજક દ્વારા દિવ્યાંગો માટે ગરબાનું આયોજન
આ વર્ષ પણ તેઓએ નવરાત્રીનું આયોજન કર્યુ હતું. તે પોતે પણ નવરાત્રીમાં ગરબા રમીને ગરબાની મોજ માણે છે. તેઓને ગરબા ખુબ જ ગમે છે. ઐયુબ ગોરી અન્ય દિવ્યાંગો સાથે જ્યારે ગરબા રમી રહ્યાં હતા. ત્યારે ગરબાનું એક અદભૂત દ્રશ્ય સર્જાયુ હતુ.