સુરત: ખાતે પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગના નિવાસી મોનુ બ્રિજપાલ પોતાના ઘરેથી ગઇકાલ (શુક્વાર) સાંજના સમયે વિજય સિનેમા તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન 6-7 અજાણ્યાં હુમલાખોરો દ્વારા જાહેરમાં મોનુ પરહુમલો (Murder Case surat) કરવામાં આવ્યો હતો. જેમાં તેના શરીરના 15-20 ભાગોમાં છરી દ્વારા નિર્મમ રીતે ઘા મારી ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે પાંડેસરા પોલીસે (Pandesara Police Station) ગુનો નોંધી તપાસ ચલાવી છે.
મારાં પુત્રને ધોકાથી મારવામાં આવ્યો છે : મોનુના પિતા
મોનુ પોતાના મિત્રો જોડે ફરવા નીકળ્યો હતો ત્યારે એક બાઈક ઉપર ત્રણ લોકો સવાર હતા અને અચાનક તેમને પાંચ થી છ શખ્સે ઘેરી લીધા હતા અને છરીથી ધા કરી મોનુને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એવી વાત સામે આવી છે કે, આ તમામ હત્યારાઓ દારૂનો વેપાર કરે છે. જેમાં હત્યારો ધવલ પટેલ બુટલેગર છે અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોટી વગ ધરાવે છે. હત્યા બાદ તમામ હત્યારા બિનદાસ્ત પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. હુમલા ખોરોમાં ધવલ, કાર્તિક, અને નિખિલનો સમાવેશ થાય છે. તેમાંથી એક છોકરો ભાગી ગયો છે.
પાંડેસરા વિસ્તારનો ખોફ