ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder case in Surat: સુરતના કીમમાં પત્નીની હત્યા કરનાર પતિની લાશ મળી - કીમ રેલવે સ્ટેશન

ઓલપાડ તાલુકાના કીમ ગામમાં પતિએ પત્નીને ઉપરા છાપરી ચપ્પુમાં ઘા ઝીકી તેમજ મોઢું તકિયાથી દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. સુરત જિલ્લા પોલીસે (Surat District Police)હત્યારા પતિને ઝડપી લેવા(Husband kills wife in Kim village) ચક્રોગતિમાન કર્યા હતા. કીમ રેલવે સ્ટેશન (Kim railway station)નજીક કીમ કઠોદરા વચ્ચેના રેલવે ટ્રેક પરથી હત્યારા પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે પત્નીની હત્યા કરનાર પતિનું જ મોત થતા હત્યા કેમ કરી એ કારણ હવે અકબંધ રહશે.

Murder case in Surat: સુરતના કીમમાં પત્નીના હત્યા કરનાર પતિની લાશ મળી
Murder case in Surat: સુરતના કીમમાં પત્નીના હત્યા કરનાર પતિની લાશ મળી

By

Published : Feb 10, 2022, 10:43 PM IST

સુરતઃઓલપાડ તાલુકાના કીમ ગામે ગત સોમવારના રોજ પતિએ પત્નીને ઉપરા છાપરી ચપ્પુમાં ઘા ઝીકી તેમજ મોઢું તકિયાથી દબાવી મોતને ઘાટ ઉતારી દાવામાં આવી હતી. સુરત જિલ્લા પોલીસે (Surat District Police)હત્યારા પતિને ઝડપી લેવા(Husband kills wife in Kim village) ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે કીમ રેલવે સ્ટેશન નજીક કીમ કઠોદરા વચ્ચેના રેલવે ટ્રેક પરથી હત્યારા પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને મૃતકના ભાઈ ફૂલચંદેએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસે લાશનું પીએમ કરાવી પરિવારને સોંપ્યો હતો. જોકે પત્નીની હત્યા કરનાર પતિનું જ મોત થતા હત્યા કેમ કરીએ કારણ હવે અકબંધ રહશે.

આ પણ વાંચોઃસુરત કીમમાં પતિ-પત્ની વચ્ચે રકઝક થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

પતિ-પત્ની વચ્ચે વારંવાર થતા હતા ઝઘડાઓ

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના (Murder in Olpad taluka )કીમ ગામે અંબિકા નગરમાં સોસાયટીમાં રહેતા કિરણ હરિચન્દ્ર નિશાદ (પત્ની) તેમજ હરિચન્દ્ર નિશાદ (પતિ) બન્ને રહેતા હતા. બન્ને લગ્ન થયા ને સમય ગાળો હજી છ મહિના જેટલો જ થયો હતો,ત્યારે આ છ મહિના ના સમયગાળામાં બન્ને પતિ પત્ની વચ્ચે અનેક વાર રકઝક થતી હતી અને મારપીટ થતી હતી, ત્યારે ગત સોમવારે વધુ એકવાર પતિ પત્ની વચ્ચે રકઝક થતા હત્યારા પતિએ આવેશમાં આવી જઈને પોતાની પત્નીને છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકયા હતા અને તકિયાથી મોઢું દબાઈ મોતને ઘાટ ઉતારી હતી, અને બાદમાં ઘરનો દરવાજો બંધ કરી ભાગી ગયો હતો.

સીસીટીવી કેમેરામાં હત્યારો પતી થયો હતો કેદ

મૃતક પત્નીના પિતાએ સમગ્ર ઘટનાની કીમ પોલીસને કરાતા કીમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લીધો હતો. પોલીસ દ્વારા હત્યારાને ઝડપયા આજુબાજુ વિસ્તારના 20 જેટલા કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક કેમરામાં હત્યારો પતિ કેદ થઈ ગયો હતો. આ કેમેરામાં હત્યારો પતિ કમરે પટ્ટો બાંધી સાયકલ લઈ જઈ રહ્યો હોવાનું જણાય આવ્યું હતું. જિલ્લા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી જઈને હત્યારાને કોલર સુધી પહોંચી જવા 20 જવાનોની ટીમ પણ બનાવી હતી.
આ પણ વાંચોઃMurder case in Surat: નિરાધાર બાળકોની વ્હારે આવ્યા સુરત જિલ્લા SP ઉષા રાડા

ABOUT THE AUTHOR

...view details