સુરત: ગત 14 ફ્રેબુઆરીના રોજ સુરતના ઉધના સ્થિત (Murder in Udhana, Surat )જેપી મિલ પાસે ખંડેર હાલતમાં રહેલા મકાનમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની હત્યા કરાઈ હોવાની આંશકા વચ્ચે પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. મહિલા કોણ છે અને તેની હત્યા ( Murder case in Surat )કરાઈ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મહિલાની હત્યા (woman dead body found)કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ગુનો નોંધી તપાસ(Surat Crime News) શરુ કરી હતી. જેમાં ઝીણવટભરી તપાસમાં પોલીસે આ ગુનાનોભેદ ઉકેલી કાઢ્યોહતો અને આ ઘટનામાં સત્યનારાયણ મુરલી શેટ્ટી નામના એક આરોપીની (police arrested accused)ધરપકડ કરી છે.
પાપા લખેલો એક મોબાઈલ નબર મળ્યો
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કન્ટ્રોલ રૂમમાં ફોન મળ્યા બાદ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં મહિલાની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક મહિલાની લાશ પાસે એક થેલી હતી અને તેમાં ઓડીસ્સામાં લખાણ લખાયેલું હતું. તેમાં તપાસ કરતા તેમાંથી એક સીમકાર્ડ મળ્યું હતું. સીમકાર્ડને લઈને તપાસ કરતા તેમાંથી પાપા લખેલો એક મોબાઈલ નબર મળ્યો હતો. જેથી તેના પર સંપર્ક કરતા મહિલાની ઓળખ 35 વર્ષીય સુદોષના બબુલા નાહક તરીકે થઈ હતી. તે ઓડિસ્સાની વતની છે. દિવાળી પહેલા તે સુરતમાં બે માસ રહી હતી. તે પાંડેસરા મહાલક્ષ્મી નગરમાં ભાડેથી રહેતી હતી તેની દીકરી બીમાર થતા તે ફરીથી ઓરિસ્સા ચાલી ગયી હતી.