સુરતઃગત તારીખ 28ના રોજ પલસાણાના વરેલીમાં હત્યાની ઘટના( Murder in Palsana vareli)બની હતી. જેમાં સાફ સફાઈ જેવા સામાન્ય ઝઘડામાં પોતાની 41 વર્ષીય કાકીને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે આ ઘટનાને ગંભીરતાથી કડોદરા પોલીસે (Surat District Police )ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી ગુનો ઉકેલી (Murder case in Surat)નાખ્યો હતો. પણ મૃતક મહિલા વિધવા હોવાથી પહેલાથી પિતા વગરના બાળકો હવે માતા વગરના થઈ ગયા હતા અને નિરાધાર બની ગયા હતા. જોકે સુરત જિલ્લા SP ઉષા રાડા એ ઘટનાની આકસ્મિક મુલાકાત કરતા તેઓને પડીત પરિવારના વયોવૃદ્ધ માડી બાળકોના ઉછેરમાં પોલીસ કઈ મદદ કરે એ માટે અપીલ કરી હતી. સુરત જિલ્લા SP ઉષા રાડાએ બાળકોને ઉછેર માટે વૃદ્ધ માડી આશ્વાસન આપ્યું હતું આસપાસની સામાજિક સંસ્થાઓનો સંપર્ક શરૂ કર્યો હતો.
બાળકો પગભર થયા ત્યાં સુધી રહેશે વાત્સલ્ય ધામમાં
સુરત જિલ્લા SP ઉષા રાડા તેમજ કડોદરા પોલીસ સ્ટેશન ના પી.આઈ હેમંત પટેલએ કામરેજના ખોલવડ ગામે ચાલતી વાત્સલ્ય ધામ નામની સંસ્થાનો(Vatsalya Dham Institute) સંપર્ક કર્યો હતો. સંસ્થાના પ્રમુખ વસંત ગજેરાને સમગ્ર ઘટનાથી વાકેફ( Murder in Palsana vareli)કર્યા હતા. સંસ્થાના પ્રમુખ દ્વારા હા પાડી દીધી હતી અને મા-બાપ વગર નિરાધાર થયેલા ચારેય બાળકો પગભરના થાય ત્યાં સુધી તેમજ તેઓના અભ્યાસની પણ જવાબદારી સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે ખોલવડ ગામે કાર્યરત વાત્સલ્ય ધામમાં હાલ 700થી વધુ ગરીબ, નિરાધાર બાળકો આશરો લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃMurder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હૂમલો કર્યો