સુરત મનપાના ડેપ્યુટી કમિશ્નર એન.કે. ઉપાધ્યાયે જણાવ્યું કે, શહેરમાં આવેલ શૈક્ષણીક અને ગરબા સહીતની પ્રવૃતિ ચલાવતા ક્લાસીસોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં કતારગામના 63, લીંબાયત વિસ્તારના 151 મળી કુલ 728 જેટલા ક્લાસીસોને નોટીસ મળી છે. જેમાં લખ્યું છે કે, જો 3 દિવસમાં ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં નહી આવે તો, સિલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી મુદ્દે 728 ક્લાસીસને ફટકારી નોટીસ - Surat Fire extinguisher
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં શુક્રવારે અગ્નિકાંડ બાદ નગરપાલિકા હરકતમાં આવી છે. તંત્રએ સજાગ થઈને શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દાને લઈ તપાસ હાથ ધરી છે. જેમાં ફાયર સેફ્ટી ન ધરાવતા ક્લાસીસોને નોટીસ ફટકારવામાં આવી છે.
728 ક્લાસીસોને નોટીસ ફટકારી
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, રવિવારના દિવસે પણ નોટિસ આપવાની અને ફાયર સેફ્ટી ચકાસવાની કામગીરી શરૂ રાખવામાં આવશે.