સુરતમાં ચોકબજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ પર રેપ કરવાનો મામલે આરોપી મુકેશ પંચાલને નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવામાં આવી છે. સુરત:ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જે ગુન્હો નોંધાયો હતો.7 માસની માસુમ દિકરી ઉપર દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. બે મહિનાની અંદર આ કેસમાં ચૂકાદો આવ્યો છે. બે થી ત્રણ કલાક બંને પક્ષોની સજા બાબતે દલીલો થઇ હતી. નામદાર કોર્ટએ આરોપી મુકેશ પંચાલને ઇન્ડિયન પીનલ કોડ મુજબ 302, 376 AB હેઠળ ફાંસીની સજા સંભળાવી છે.આ સજા હાઇકોર્ટના આધીન રહેશે. તે ઉપરાંત આરોપીને પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Surat News : રમી રહેલી માસૂમ બાળકી કાકાના કારની અડફેટે આવી જતા કરુણ મૃત્યુ
સજા ફટકારવામાં આવી:ઇન્ડિયન પીનલ કોડ 323,363 હેઠળ 7 વર્ષની સજા કરવામાં આવી છે. અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તે ઉપરાંત ઇન્ડિયન પીનલ કોડ 201 હેઠળ 7 વર્ષની સજા ફટકારી છે. 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ઇન્ડિયા પીનલ કોડ 366 હેઠળ 10 વર્ષની સજા ફટકારી છે. 1000 રૂપિયાનો દંડ ફટકર્યો છે. ઇન્ડિયન પીનલ કોડ 376-B હેઠળ 10 વર્ષની સજા ફટકારામાં આવી છે. 376-C હેઠળ 20 વર્ષની સજા ફટકારામાં આવી છે. 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.323 હેઠળ 1 વર્ષની સજા ફટકારામાં આવી છે. 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 342 હેઠળ 1 વર્ષની સજા અને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રીતની સજા નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો Surat Crime: ઓઇલ અને કોપર ચોરી આરોપી સાત વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો, આવી રીતે કરતો ચોરી
પુરાવાઓને ધ્યાનમાં લીધા:આરોપી જ્યારે બાળકીને લઈ જતો હતો. ત્યારે એક મહિલા તેને જોઈ ગઈ હતી. આરોપીના ઘરમાંથી બાળકીને મૃત હાલતમાં મળવી,મેડિકલ એવિડન્સ ફોરેન્સિક રિપોર્ટ,સીસીટીવીના પુરાવાઓ,આ ઉપરાંત ઘણા બધા પુરાવાઓ પોલીસે એકત્ર કર્યા હતા. આરોપી બંને હાથે કામ કરી શકે છે. તેના પણ પોલીસે મેડિકલ એડિટર્સ પ્રમાણે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા. તમામ પુરાવાને આધીન નામદાર કોર ગઈકાલે આરોપીને કસૂરવાર ઠહેરાવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા ગુન્હાની ગંભીરતા જોઈ આરોપી મુકેશ પંચાલને ઇન્ડિયન પીનલ કોડ 302 અને 376 હેઠળ ફાંસીની સજા સંભળાવી છે. દુષ્કર્મના વધી રહેલા કેસને ડામવા માટે કોર્ટે પણ હવે આકરૂ વલણ અપનાવીને ફાંસીની સજાનું એલાન કરી દીધું છે.