ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News : OLX પર ફોર વ્હીલર બાયર અને સેલરને ચુનો ચોપડનાર મહાઠગ ઝડપાયો, 3 કરોડથી વધુની કરી છે છેતરપીંડી - ભવ્ય ગુનાહિત ઈતિહાસ

"લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે" આ કહેવતને સાર્થક કરતા અનેક ઠગ ('મી.નટવરલાલ') માર્કેટમાં પોતાની કળા કરી જતા જોવા મળે છે. આવો જ એક ઠગ સસ્તામાં કારની લાલચ આપીને ગ્રાહકોને છેતરી રહ્યો હતો. આ ઠગે અત્યાર સુધી કુલ મળીને 3 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. સુરત પોલીસે આ મહાઠગને ઝડપી લીધો છે. આ મહાઠગ વિરૂદ્ધ 9 ગુના નોંધાયા છે તેમજ તે 10 ગુનામાં વોન્ટેડ છે.

ફોર વ્હીલરના સોદામાં છેતરપીંડી કરનાર મી. નટવરલાલ ઝડપાયો
ફોર વ્હીલરના સોદામાં છેતરપીંડી કરનાર મી. નટવરલાલ ઝડપાયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 5:22 PM IST

22 લોકોને ઠગનાર મહાઠગ સુરત પોલીસે ઝડપ્યો

સુરત: OLX પર ફોર વ્હીલરની એડ જોતા જ આ મહાઠગ એક્ટિવ થઈ જતો. આ ઠગ કારના સેલર અને બાયર એમ બંને પાર્ટીને લાલચમાં ફસાવતો. તેની લાલચમાં ફસાઈને અનેક લોકોએ નાણાં અને ફોરવ્હીલરથી હાથ ધોઈ નાખવા પડ્યા છે. કુલ 3 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરી છે. સુરત પોલીસને આ મહાઠગની ધરપકડમાં સફળતા મળી છે. સુરત પોલીસે મહેસાણાના વીસનગરના રહેવાસી એવા આ મહાઠગ પિયુષ પટેલને હાલ મોરબી પોલીસને હવાલે કર્યો છે.

મહાઠગની મોડસ ઓપરન્ડીઃ આ મહાઠગ પહેલા OLX પર ફોરવ્હીલરની એડને ટારગેટ કરતો. કાર વેચનાર અને ખરીદનાર એમ બંને પાર્ટીને લાલચ આપતો. બંને પાર્ટીનો વિશ્વાસ કેળવ્યા બાદ તેમની મીટિંગ પણ ગોઠવતો. બંને પાર્ટીઓને અલગથી ભાવ વિશે કશું ન કહેવાની સૂચના આપતો. ત્યારબાદ ફાઈનલ સોદામાં આ ઠગ પોતાનો અસલી રંગ બતાવતો હતો. કારની ડીલીવરી પેમેન્ટ મળ્યાના બેથી ત્રણ કલાકમાં થઈ જશે તેવું કહેતો. આંગડીયા પેઢીથી ખરીદનાર પાસેથી પેમેન્ટ મેળવીને તે રફુચક્કર થઈ જતો હતો.

આરોપીએ પુછપરછમાં જણાવ્યું છે કે તેને 3 કરોડ રૂપિયાની છેતરપીંડી આજ દિન સુધી કરી છે. તેમજ 22 લોકોને છેતર્યા છે. આરોપી વિરૂદ્ધ 9 ગુના નોંધાયા છે તેમજ તે 10 ગુનામાં વોન્ટેડ છે. આરોપીને હાલ મોરબી પોલીસને હવાલે કર્યો છે...પિનાકીન પરમાર (DCP,સુરત)

'ભવ્ય' છે ગુનાહિત ઈતિહાસ: વીસનગરના રહેવાસી મહાઠગ (મી. નટવરલાલ) એવા પિયુષ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તે છેતરપીંડીમાં એટલો મહારથી બની ગયો છે કે તેને મી.નટવરલાલ કહેવો યોગ્ય ગણાશે. આ મહાઠગ વિરૂદ્ધ 9 ગુના નોંધાયા છે. જ્યારે 10 ગુનામાં તે વોન્ટેડ છે. ગુજરાતના અનેક શહેરમાં તે છેતરપીંડી કરી ચૂક્યો છે. જેમાં બોટાદ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, જામનગર, નવસારી, બીલીમોરા, સુરત, વડોદરા, વાપી, આણંદ, મોરબી વગેરેનો સમાવેશ થાય છે. ફોર વ્હીલર છેતરપીંડીમાં કુલ 22 લોકોને ચુનો ચોપડીને પિયુષ પટેલે 3 કરોડ ખંખેરી લીધા હોવાની માહિતી પોલીસને મળી છે.

  1. Rajkot Crime News: છેલ્લા 5 વર્ષથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ (મુન્નાભાઈ M.B.B.S.) ઝડપાયો
  2. Bogus Billing Scam : બોગસ પેઢીઓ થકી 1500 કરોડનું GST કૌભાંડ આચરનાર ભાવનગરથી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details