સુરત પોલીસને સાંસદ સી.આર. પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી - loakdown effect in navsari
નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા આજે શહેરના સિટીલાઇટ વિસ્તારમાં પગપાળા ચાલી લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, શહેર પોલીસ કર્મીઓ અને ટી.આર.બી સહિત ટ્રાફિક જવાનો માટે સાંસદ સી.આર પાટીલ દ્વારા 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ આપવામાં આવી હતી.
![સુરત પોલીસને સાંસદ સી.આર. પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી સુરત પોલીસને સાંસદ સી.આર પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7307596-thumbnail-3x2-su.jpg)
સુરત પોલીસને સાંસદ સી.આર પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી
સુરતઃ કોરોના વાયરસ અંગેની જાગૃતિ લોકો સુધી પહોંચાડવા માટે નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી આજ રોજ શહેરના રસ્તા પર નીકળ્યા હતા. વડાપ્રધાન મોદીના આદેશ અને સુચના બાદ 'હું પણ કોરોના વોરિયર્સ' સૂત્ર સાથે સુરતના સિટીલાઈટ વિસ્તારમાં લોકોમાં જનજાગૃતિ લાવવા પગપાળા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. હમણાં સુધી લોકો તરફથી મળેલા સાથ સહકાર આગળ મળતો રહે તેવી અપીલ કરવામાં આવી હતી. કોરોનાની મહામારી સામે નિયમોનું પાલન કરવા માટે જાહેર અપીલ લોકોને કરાઈ હતી.
સુરત પોલીસને સાંસદ સી.આર પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી