ગુજરાત

gujarat

ETV Bharat / state

Mother kills son in Surat:સુરતમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત - સુરત પોલીસ

સુરત રાંદેર સ્થિત ઉગત વિસ્તારમાં માતાએ પુત્રની હત્યા કર્યા (Mother kills son in Surat )બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide note writing suicide )કરી લીધો હતો. મૃતક મહિલા પતિથી અલગ રહેતી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ (Surat Police)કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

Mother kills son in Surat:સુરતમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ  માતાનો આપઘાત
Mother kills son in Surat:સુરતમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત

By

Published : Nov 30, 2021, 6:45 PM IST

  • માતાએ પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
  • મહિલાએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી
  • ઘણા લાંબા સમયથી મૃતક મહિલા તેના પતિથી અલગ રહેતી

સુરતઃશહેરના રાંદેર સ્થિત મીઢોળા એપાર્ટમેન્ટમાં માતાએ પોતાના જ 4 વર્ષીય પુત્રની હત્યા (Mother kills son in Surat )કરી હતી અને ત્યારબાદ તેણે પંખા સાથે લટકી આપઘાતકરી લીધો હતો. આ ઘટનાથી ઘરમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક મહિલા તેના પતિથી અલગ રહેતી હતી અને તેણીએ ઘર કંકાસમાં આપઘાત કર્યો હોવાની ચર્ચા છે. બીજી તરફ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ (Surat Police)અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. બીજી તરફ મૃતક મહિલાના પરિવારજનોએ પણ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા હતા. વધુમાં મહિલાએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ (Suicide note writing suicide)પણ લખી છે.સુરત પોલીસે સુસાઈડ નોટ આધારે મામલાની તપાસ શરુ કરી છે.

સુસાઈડ નોટમાં પતિ વિશે શું લખ્યું?

કાશ સતીશ તું સમજતે, તારી મા પણ સમજતે. મને અને રીશુંને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી માં, મારું ઘર તોડવાવાળી તારી માં. જો ઘર કરાવવાનું જ નહીં હોય, તો તારી માંએ 3 લગ્ન શું કામ કરાવ્યા, શું કામ મારી જિંદગી બરબાદ કરી, ભાવના સાથે તારું અફેર હતું મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી પણ મા-બાપના વિચારે હું અટકી જતી, હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું છે.

સુસાઈડ નોટમાં દીકરાના મોત વિશે શું લખ્યું

મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. એ જીવતે તો એની જિંદગી બરબાદ થઈ જાત, મારા હાથ ખૂબ જ ધ્રુજતા હતા. મારા ઢીંગલાને મારતા હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રીશું, સોરી દીકરા આવી રીતે તને મારવા માટે

આ પણ વાંચોઃPolice Suspended Chandkheda: પોલીસ સ્ટેશનના 6 પોલીસક્રમીને સસ્પેન્ડ કર્યા અને PI સામે તપાસના આદેશ

આ પણ વાંચોઃNavsari Rape case: ખેરગામની 14 વર્ષીય તરૂણીને ધમકાવી વિધર્મી યુવાને આચર્યુ દુષ્કર્મ

ABOUT THE AUTHOR

...view details