સુરતના વરાછા સ્થિત અમર જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન મહેન્દ્રભાઈ પટેલ હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અશ્વિનભાઈ વરાછાના માનગઢ ચોક વિસ્તારમાં આવેલા ડાયમંડ વર્લ્ડની અંદર ઓફિસ ધરાવતા અનિલ નકલેશભાઈ પાઘડલના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં અનિલએ પોતાની ઓળખ હીરા વેપારી તરીકેની આપી અશ્વિનભાઈ પાસેથી રૂપિયા 26 લાખથી વધુના ડાયમંડ ખરીદીના બહાને લીધા હતા. પરંતુ બાદમાં અનિલ અને તેના મળતિયાઓએ મળી અસલ હીરાના બદલે ડુબલીકેટ હીરાનું પેકેટ અશ્વિનભાઈને પધરાવી દીધું હતું.
સુરતમાં હીરા દલાલ સાથે રૂપિયા 26 લાખથી વધુની છેતરપિંડી - Amar Jyoth Apartments located in Surat's Waarachi
સુરતઃ વરાછામાં હીરા વેપારી તરીકેની ઓળખ આપી અસલ હીરાના બદલે ડુપ્લિકેટ હીરાનું પેકેટ પધરાવી હીરા દલાલ સાથે રૂપિયા 26 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડીનો ભોગ બનેલા હીરા દલાલે ઠગબાજ સહિત તેના અન્ય સાગરિતો સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સુરતમાં હીરા દલાલ સાથે રૂપિયા 26 લાખથી વધુની છેતરપિંડી
જો કે, બાદમાં પેકેટમાંથી બહાર કાઢવામાં આવેલા હીરા ડુપ્લિકેટ હોવાનું માલુમ પડતાં અશ્વિનભાઈએ વરાછા પોલીસ મથકમાં અનિલ નકલેશ પાઘડલ સહિત તેના અન્ય મલ્ટીયાઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ આપી હતી. વરાછા પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા હીરા દલાલ અશ્વિનભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી ઠગબાજો ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.