સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા પોલીસ કોલોનીમાં રહેતા પરપ્રાંતીયોએ એકબીજાનું મુંડન કરી સ્થાનિક નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના શ્રમિકોને તેમના વતન જવાની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી તેમને હેરાનગતિ થઈ રહી છે. તો બીજી તરફ અન્ય રાજ્યોના પરપ્રાંતીયોને પોતાના વતન જવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
65થી વધુ પરપ્રાંતીય શ્રમિકોએ એકબીજાનું મુંડન કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો - gujarat corona updates
લોકડાઉન દરમિયાન ત્રણ રાજ્યના પરપ્રાંતીયોને વતન જવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે અત્યાર સુધી યુપી, બિહાર અને ઝારખંડના કામદારો માટે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં વિલંબ થઇ રહ્યો છે. જેથી પાંડેસરા વિસ્તારમાં રહેતા 65થી વધુ જેટલા પરપ્રાંતીયોએ એકબીજાનું મુંડન કરાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
લોકડાઉન 3.0 આજથી શરૂ થયું છે. લોકડાઉન એક અને બેમાં સતત ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા જેથી રોજગારી માટે સુરત આવનાર પરપ્રાંતિયોની કફોડી હાલત થઇ છે. લાખોની સંખ્યામાં સુરત રહેતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓડિશાના કામદારોને વતન મોકલવાનું છેલ્લા બે દિવસથી શરૂ થયું છે. જો કે, હજી પણ યુપી, બિહાર અને ઝારખંડના કામદારોને વતન મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં યુપી, બિહાર અને ઝારખંડના શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાંડેસરા જીઆઇડીસીમાં કામ કરતા 65 થી વધુ યુપી, બિહાર અને ઝારખંડના શ્રમિકો એ મુંડન કરી વિરોધ નોંધાવ્યો છે.