- કોરોના મહામારીને કારણે સુરત RTOનો નવતર પ્રયાસ
- RTO ની ઓનલાઇન પ્રક્રિયાનો 34 હજારથી વધુ લોકોએ લાભ ઉઠાવ્યો
- RTO માં આવતા વાહન ચાલકોના થર્મલ સ્ક્રીનીંગ સહિત હેન્ડ સેનીટાઇઝની કામગીરી
- સુરત આરટીઓ કચેરી 4 જૂનથી રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ કરાઇ
સુરત RTOનો સફળ પ્રયાસ, 34 હજારથી વધુ લોકોએ ઓનલાઇન પ્રક્રિયાનો લાભ ઉઠાવ્યો - CoronaVirus News
કોરોના વાઇરસ મહામારીને કારણે તમામ વસ્તુઓ અને તમામ વિભાગ બંધ પડ્યા હતા, ત્યારે મહત્વનું કામ ઓનલાઇન પ્રક્રિયાથી કરવામાં આવી રહ્યું છે. આ જ પ્રકારે સુરત RTO માં ઓનલાઇન પ્રક્રિયાનો આશરે 34 હજારથી વધુ લોકોએ લાભ ઉઠાવ્યો હતો. જેમાં મહત્તમ લોકોએ લાયસન્સ રીન્યૂ, ડુપ્લિકેટ લાયસન્સ બનાવવા સહિતની કામગીરીનો લાભ ઉઠાવ્યો છે.
![સુરત RTOનો સફળ પ્રયાસ, 34 હજારથી વધુ લોકોએ ઓનલાઇન પ્રક્રિયાનો લાભ ઉઠાવ્યો Surat RTO](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9199301-502-9199301-1602850177944.jpg)
Surat RTO
સુરત: કોરોના મહામારીને કારણે જૂન મહિનાથી હમણાં સુધી સુરત આરટીઓમાં ઓનલાઈન પ્રક્રિયાનો આશરે 34000 હજારથી વધુ લોકોએ લાભ ઉઠાવી લાયસન્સ રીન્યૂ, ડુપ્લિકેટ લાયસન્સ બનાવવા સહિતની કામગીરીનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે. કોરોના મહામારી વચ્ચે મર્યાદિત સંખ્યા સાથે સુરત આરટીઓ કચેરી 4 જૂનથી રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર અગત્યના કામો સિવાય અન્ય કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી હતી.
Surat RTO