ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના 67 કોરોના સંક્રમિત અધિકારીઓમાંથી સ્વસ્થ થયેલા 22 અધિકારીઓ પ્લાઝમા ડોનેટ કરશે

કોરોના મહામારીથી પ્રજાની સુરક્ષા અને સલામતી માટે દિવસ-રાત કાર્યરત પોલીસ જવાનો પોતે પણ કોરોનાનો મોટાપાયે ભોગ બની રહ્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ આ પોલીસ અધિકારીઓ પોતાની ફરજ બજાવવામાં ચૂક્યા નથી. સુરતમાં અત્યાર સુધીમાં 67 અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 22થી વધુ અધિકારીઓએ સ્વસ્થ થતા પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.

By

Published : Aug 21, 2020, 4:47 PM IST

સુરતના 67 કોરોના સંક્રમિત અધિકારીઓમાંથી સ્વસ્થ થયેલા 22 અધિકારીઓ પ્લાઝમા ડોનેટ કરશે
સુરતના 67 કોરોના સંક્રમિત અધિકારીઓમાંથી સ્વસ્થ થયેલા 22 અધિકારીઓ પ્લાઝમા ડોનેટ કરશે

સુરત: સુરતમાં ફરજ બજાવી રહેલા 67 જેટલા પોલીસ અધિકારી સહિત જવાનો કોરોના સંક્રમિત થયા છે, તેમ છતાં તેઓ પ્રજા હિત માટે પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નથી. કોરોનાને માત આપ્યા બાદ આ અધિકારીઓએ પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેઓ અન્ય સંક્રમિતોની મદદ કરી તેમને નવજીવન આપી શકે. આ માટે શુક્રવારે સુરતના પોલીસ કમિશનર મુખ્યાલયમાં 22થી વધુ પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે એન્ટીબોડી ટેસ્ટ કરાવવા હાજર રહ્યા હતા.

સુરતના 67 કોરોના સંક્રમિત અધિકારીઓમાંથી સ્વસ્થ થયેલા 22 અધિકારીઓ પ્લાઝમા ડોનેટ કરશે
પોલીસ કમિશનર મુખ્યાલય ખાતે સુરત પોલીસ કમિશનર અજય તોમરના આહ્વાન બાદ 22થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પોલીસ કમિશનર અજય કુમારે જણાવ્યું હતું કે સુરત પોલીસ કાનૂન વ્યવસ્થા બંદોબસ્ત અને પ્રજા હિત માટે હંમેશા તત્પર રહી છે. કોરોનાથી સ્વસ્થ થયેલા 22થી વધુ પોલીસકર્મીઓ જેમાં ACP, PI, PSI સહિતના અધિકારીઓ સામેલ છે તેમણે પ્લાઝમા ડોનેટ કરવા માટે તત્પરતા બતાવી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે લોકડાઉન અને અનલોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં અનેક કાર્યરત જવાનો અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાંથી સારવાર લઇને સ્વસ્થ થયેલા પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરી કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપશે.

ABOUT THE AUTHOR

...view details