- ગત સપ્તાહ ઓડિશા સમાજના 14થી વધુ લોકોના કોરોના સંક્રમણને કારણે મોત
- ઓડિશા સમાજના અનેક લોકો પોઝિટિવ આવ્યા
- મૃતકો અંતિમ સંસ્કાર કોરોના ગાઇડલાઇન મુજબ કરાયા
સુરત : શહેરમાં વકરી રહેલા કોરોના સંક્રમણનીથી ઓડિશા સમાજના લોકો પણ બચી શક્યા નથી. છેલ્લા કેટલાક સમયથી ઓડિશા સમાજના અનેક લોકો પોઝિટિવ આવ્યા છે, તો એક અઠવાડિયામાં 14થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેના કારણે હાલ ઓડિશા સમાજના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી 57 વર્ષીય મહિલા ભાગ્યલક્ષ્મીનું મોત થયુ છે. ભાગ્યલક્ષ્મીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતો કે, તેમની સાથે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શક્યો ન હતો. આખરે તેમને મૃત્યુની ખબર આવી હતી. તેમને અગાઉ પોઝિટિવ ન હતા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર કોરોના ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -ઓડિશામાં કોરોના વાઇરસ સામે માનવતા હારી
ઓડિશા સમાજના લોકોમાં દહેશતનો માહોલ
ઓડિશા સમાજના લોકો લાખોની સંખ્યામાં સુરતમાં રહે છે. આ લોકો મોટાભાગે રૂમ્સના કારખાનામાં કામ કરે છે અને ગીચ વિસ્તારમાં રહેતા હોય છે. આવી પરિસ્થિતીમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધારે છે અને જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં મોતનો આંકડો સામે આવ્યો છે, તેના કારણે ઓડિશા સમાજના લોકોમાં દહેશતનો માહોલ છે. સમાજના આગેવાનો લુમ્સના કારખાનાઓ અને ઓડિશાવાસીના વિસ્તારમાં જઈ માસ્ક વિતરણ કરી રહ્યા છે. લોકોને વધારે વેક્સિન લેવા માટે જાગૃત કરી રહ્યા છે.