શહેરમાં હવાનું પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે, લોકો ગળા, લીવર તેમજ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરના દર્દી બની રહ્યા છે. પ્રદુષણ અટકાવવા માટે પ્રશાસન કોઇ નક્કર કામગીરી કરે તેવી સમયની માગ છે. પલસાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા હવામાં બેફામ રીતે ઝેરી વાયુ છોડવામાં આવી રહ્યું છે. લોકોની વારંવાર રજૂઆતો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગામ લોકો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પ્રદુષણ એકમો સામે કાર્યવાહી કરવાની માગણી છેલ્લા 5 વર્ષોથી કરી રહ્યા છે.
સુરત: આ ગામમાં પ્રાણવાયુ જ બન્યું જીવલેણ, 100થી વધુ લોકોને કેન્સર
સુરત: માત્ર દિલ્હી જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સુરત નજીક આવેલા પલસાણા વિસ્તારમાં પણ હવા અને પાણીનું પ્રદુષણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. પલસાણા પાસે આવેલા બલેશ્વર ગામમાં પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે, ગામ લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર બની રહ્યા છે. ગામના મોટાભાગના ઘરોમાં એક વ્યક્તિ કેન્સર સામે લડી રહ્યો છે. બલેશ્વર ગામમાં 100થી વધુ લોકો કેન્સરની બીમારીનો ભોગ બન્યા છે.
સુરત
પર્યાવરણ અને પ્રજાને ગંભીર નુકશાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં પ્રશાસન સરેઆમ નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. લોકો કમોતે મરી રહ્યા છે, ત્યારે પ્રજાનો અવાજ જીપીસીબી અને સરકારના બહેરા કાન સુધી પહોંચી રહ્યો નથી. બલેશ્વર ગામના લોકો ભૂતકાળમાં આંદોલન પણ કરી ચુક્યા છે. છતાં કેમિકલયુક્ત હવા અને પાણીથી તેમને છુટકારો મળ્યો નથી. લંચિયા અધિકારીઓ ક્યારે પ્રજા લક્ષી કામ કરશે તે જોવું રહ્યું..