- સી.આર.પાટીલનું સન્માન કરાશે
- સી.આર. પાટીલની રજતતુલા થશે
- જૈન સંસ્થાઓ દ્વારા થશે અધ્યક્ષનું બહુમાન
સુરતઃ સર્વપ્રથમવાર જૈન સમાજ દ્વારા ભાજપના કોઈ પ્રદેશ પ્રમુખનો રજતતુલાથી સન્માન આપવામાં આવશે. ભાજપ શાસનકાળનાં ઇતિહાસમાં બીજીવખત સુરત શહેરને ગૌરવવંતુ ગુજરાત ભાજપ અધ્યક્ષપદ મળતા સી.આર.પાટીલનું સન્માન કરાશે. 100 થી વધુ કિલો ચાંદી દ્વારા સી.આર.પાટીલની રજતતુલા થશે. આ કાર્યક્રમમાં સુરતના તમામ જૈન ઉદ્યોગપતિઓ હાજર રહેશે. રજતતુલાની સુરતની 50 જેટલી જૈન સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. અધ્યક્ષનું બહુમાન પણ કરાશે. શહેરના માત્ર 150 જેટલા આમંત્રિતો મહેમાનોની હાજરીમાં રજતતુલા થશે. આ કાર્યક્રમનું muktitilak યુ ટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ થશે.
જૈન ધર્મ હંમેશા કહે છે "ગુણીના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ
રજતતુલા અભિવાદન સમારોહ સમિતિના કન્વીનર જૈન અગ્રણી તેમજ અનેક ટ્રસ્ટ, જૈન સંસ્થાઓના ટ્રસ્ટી તથા અનેક જૈન કાર્યક્રમના ઉદઘોષક સુરેશ ડી. શાહે જણાવ્યું હતું કે, સી.આર.પાટીલનું સન્માન અમો એટલા માટે કરીએ છીએ કે, તેઓ ઓછું બોલીને કામ બધું કરવાવાળા છે. સી.આર.પાટીલનું વ્યક્તિત્વ જ એવું છે કે, નાનામાં નાનો માણસ પણ એમને પાસે આવે તો સરસ રીતે એનું કામ કરી આપે છે. આ વ્યક્તિની સાથે તેમના વ્યક્તિત્વનું સન્માન છે. જૈન ધર્મ હંમેશા કહે છે "ગુણીના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ." એ ન્યાયે આવા ગુણવાન વ્યક્તિઓનું સન્માન થવું જ જોઈએ.
31 વર્ષના ભાજપના શાસનમાં જૈન સમાજના ઘણા કામો થયા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જૈન સમાજ હંમેશા સારૂ કામ કરનારાને વધાવે છે. સી.આર.પાટીલના 31 વર્ષના ભાજપના શાસન કાળમાં તેઓ દ્વારા જૈન સમાજના ઘણા કામો થયા છે. પાટીલ સાહેબનું સન્માનએ આખા ગુજરાતની સાથે રાષ્ટ્ર ધર્મનું સન્માન છે. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી તેમનો કાર્ય કરવાનો ઉત્સાહ વધતો રહે તેવા હેતુથી જૈન સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અમારા ગુરૂ ભગવંતો પણ કહેતા હોય છે કે, જેનામાં રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી ન હોય તે ગમે તેટલો ધર્મ કરે તો પણ તેની કિંમત નથી. અપેક્ષાએ સૌથી પહેલા રાષ્ટ્ર ધર્મ છે અને જેઓ રાષ્ટ્રની સેવા કરવા માટે પોતાની જાતને પણ સમય નથી આપતા એવા સી આર પાટીલનું સન્માન માત્ર જૈન સમાજ દ્વારા જ નહીં સમગ્ર સુરત શહેર દ્વારા થવું જોઈએ. રજતતુલા કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના કન્વીનર જૈન અગ્રણી સુરેશ ડી. શાહની સાથે સમાજ તડામાર તૈયારી કરી રહ્યો છે.