ગુજરાત

gujarat

ETV Bharat / state

થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસને મળી સફળતા, બારડોલીમાંથી 1 લાખ કરતાં વધુનો દારૂ જપ્ત - bardoli police

સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રવિવારે બારડોલી તાલુકાના તેન ગામ નજીક એક પીકઅપને રોકી તપાસ કરી હતી. જેમાં પાછળની બાજુ બનાવેલા ચોર ખાનામાંથી રૂપિયા 1.16 લાખનો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ સહિત કુલ રૂપિયા 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
બારડોલીમાંથી 1 લાખ કરતાં વધુનો દારૂ જપ્ત

By

Published : Dec 13, 2020, 8:30 PM IST

  • પીકઅપના પાછળના ભાગે બનાવવામાં આવેલા ખાનામાં છુપાવ્યો હતો દારૂ
  • ધુલિયા ચોકડી નજીક પીકઅપ ઉભી નહીં રાખતાં પોલીસે પીછો કરવો પડ્યો
  • સુરતના રાજુ અને ગણેશ નામના શખ્સોએ મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો દારૂ

બારડોલી: સુરત જિલ્લા LCB(લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે રવિવારના રોજ બારડોલી તાલુકાના તેન નજીકથી ઈંગ્લિશ દારૂ સાથે એક પીકઅપ ચાલકની ધરપકડ કરી હતી. પીકઅપમાં પાછળની બાજુ ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 1.16 લાખના ઈંગ્લિશ દારૂ સાથે કુલ રૂપિયા 4.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યો હતો દારૂ

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા LCBની ટીમ રવિવારના રોજ બારડોલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે સફેદ કલરની મહેન્દ્ર બોલેરો પીકઅપ નંબર GJ-6-AU-7522ની તપાસ કરી હતી. જેમાં પોલીસને પીકઅપના પાછળની બોડીના ભાગે ચોર ખાના બનાવી તેમાં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ દારૂ મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો હતો.

બારડોલીમાંથી 1 લાખ કરતાં વધુનો દારૂ જપ્ત

પોલીસે પીકઅપનો કર્યો પીછો

આ દરમિયાન બાતમી મુજબ પીકઅપ આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક પુરજોશમાં હંકારી જતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને કડોદરા રોડ પર તેન ગામની સીમમાં પીકઅપને રોકી તપાસ કરી હતી. જેમાં પાછળની ભાગે બનાવવામાં આવેલા ચોર ખાનામાં તપાસ કરતાં પોલીસને ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલક હંસરાજ ઉર્ફે ગુડ્ડુ મોહન ઠાકુરની અકટાયત કરી હતી.

રૂપિયા 1.16 લાખનો દારૂ ઝડપાયો

પીકઅપમાંથી 924 બોટલ ઈંગ્લિશ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજે રૂપિયા 1,16,400 આંકવામાં આવે છે. પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ બોલેરો પીકઅપમાં સુરતના લીંબાયત ખાતે રહેતા રાજુ સોની અને ગણેશ નામના શખ્સોએ મહારાષ્ટ્રથી ભરાવી આપ્યો હતો અને કડોદરા ખાતે પહોંચી રાજુ અથવા ગણેશનો સંપર્ક કરવાનો હતો.

દારૂ ભરાવનારા બન્ને વોન્ટેડ જાહેર

પોલીસે રાજુ સોની અને ગણેશને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી વિદેશી દારૂ, પીકઅપ, મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ 4,20, 900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details