સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશ નગર પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં મનપાના ડમ્પર ચાલકે મોપેડ સવાર ઈસમને અડફેટે લીધો હતો. આ અકસ્માતની ઘટનામાં મોપેડ સવાર ઇસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.
સુરતમાં મોપડ સ્લીપ ખાઇ ટ્રક નીચે આવી જતા ચાલકનું મોત, જુઓ વીડિયો - સુરત અકસ્માત
સુરત પાંડેસરા સ્થિત કૈલાશ નગરમાં અકસ્માતની ઘટના બની છે. મનપાના ડમ્પર ચાલકે મોપેડ સવાર ઈસમને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે, તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
સુરત
પ્રાપ્ત વિગતો અનુસાર મોપેડ સવાર ઇસમનું નામ બળવંતભાઈ છોટુભાઈ નાયકા હોવાનું જાણવા મળ્યું છે. તે લુમ્સના ખાતામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હતા. તેઓ ઘરેથી નોકરી પર જવા નીકળ્યા તે વેળાએ આ અકસ્માતની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ડમ્પર ચાલકની અટકાયત કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી.