સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં કાર્યરત ઇ-ચલણ સેવા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને પોસ્ટ મારફતે ઇ- મેમોનો દંડ તેમના સરનામે અથવા તો ઘરે મોકલતી હોય છે. વાહનોના રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટના આધારે ટ્રાફિકના ભંગ બદલ આ ઇ-ચલણ મેમો ફટકારવામાં આવે છે.
જો કે કેટલાક વાહન ચાલકો આ ઇ-ચલણ મેમોના દંડથી બચવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે. આવો જ કંઈક બનાવ સુરતના ઉંમરા વિસ્તારમાં બન્યો છે. ઇ -ચલણથી બચવા રાજન હિતેન્દ્રભાઈ શાહ નામના મોપેડ ચાલક દ્વારા પોતાની મોપેડના રજીસ્ટ્રેશવાળી નંબર પ્લેટના નંબરોમાં છેડછાડ કરવામાં આવી હતી.
સુરત પોલીસ દ્વારા ટ્રાફિકના ભંગ બદલ છ-છ વખત ઇ-ચલણ મેમો ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આ મેમોથી બચવા આ કારસ્તાન કરવામાં આવ્યું હતું. આ બાબત ઇ - ચલણ સોફ્ટવેરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના ધ્યાને આવતા ઉમરા પોલોસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઉંમરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી મોપેડ ચાલક રાજન હિતેન્દ્ર શાહની ધરપકડ કરી હતી. પોલીસે બનાવટી નંબર પ્લેટ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઈ-ચલણ મેમોના દંડથી બચવા માટે મોપેડ ચાલકે રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટમાં છેડછાડ કરવુ ભારે પડ્યું ઈ-ચલણથી બચવા વાહન ચાલકે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ માં ગેરકાયદે રીતે છેડછાડ કરી હતી.અઠવાગેટ તરફથી રોંગ સાઈડે આવી રહેલી એક્ટિવાનો નંબર ઇ-ચલણ સોફ્ટવેરમાં નાખતા વાહન ચાલકનો ભાંડો ફૂટ્યો હતો. ઇ - ચલણના સોફ્ટવેરમાં એક્ટિવા પર રજીસ્ટ્રેશન નંબર અન્ય કોઈ ફોર વ્હીલ કારનો નંબર હોવાની હકીકત બહાર આવી હતી.એક્ટિવાનો સાચો રજીસ્ટ્રેશન નંબર LN 05 9540 હતો.
પોલીસ ઇ - ચલણના આધારે એક્ટિવા ચાલકના ઘરે જઈ પોહચી હતી. જ્યાં વાહન ચાલક રાજનભાઈ હિતેન્દ્રભાઈ શાહના નામે હોવાનું બહાર આવતા આખરે કારસ્તાન પકડાઈ ગયું હતું. વાહન ચાલકે ઇ - ચલણ થી બચવા વાહનના રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટમાં છેડછાડ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે વાહન ચાલક વિરુદ્ધ સુરતના ઉંમર પોલીસ મથકમાં ઇ.પી.કો.કલમ 465,471,420 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે અન્ય લોકો માટે પણ આ ચેતવણી સમાન કિસ્સો બની રહેશે.