સુરતઃઅષાઢના પ્રારભે જ સુરત જિલ્લામાં મેઘરાજા મહેરબાન (Monsoon 2022)થયા છે. સુરત જિલ્લાના ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુરુવારના રોજ સુરત જિલ્લામાં વહેલી ( Heavy rains in Surat )સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું અને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તંત્રની પોલ ખુલી ગઈ હતી. અષાઢ પ્રારંભ સાથે જ મેઘરાજા મહેરબાન થયા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને તેઓને ખેતીમાં એક સારું વર્ષ જવાની આશા બંધાઈ હતી.
આ પણ વાંચોઃJagannath Rathyatra 2022: જૂઓ, રથયાત્રાનો આકાશી નજારો