લિંબાયતના શિવાજી નગર વિસ્તારમાં આવેલ જય હનુમાન મોબાઇલ શોપને ગતરોજ રાત્રી દરમિયાન અજાણ્યા ચોર શખ્સોએ નિશાન બનાવી હતી..મોબાઈલ શોપને મારે લોક તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલા તસ્કરો પૈકીના એક ઈસમે મોબાઇલ શોપ માં આશરે 4 મિનિટ સુધી મોંઘીદાટ ના મોબાઇલ સમેટવાનું જ કામ કર્યું હતું.શોપમાં રહેલ ગલ્લામાંથી રોકડા રૂપિયા ચાલીસ હજાર સહિત મોંઘીદાટ ના મોબાઈલ મળી કુલ 2.65 લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સુરતમાં મોબાઈલની દુકાનમાં ચોરી, ઘટના CCTVમાં કેદ - સુરતમાં મોબાઈલ ચોરી
સુરત :લિંબાયત વિસ્તારમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો હતો.તસ્કરોએ લીંબાયતના શિવાજી નગર વિસ્તારમાં આવેલી મોબાઈલ શોપને નિશાન બનાવી લાખોના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 4 મિનિટની અંદર જ તસ્કરોએ મોબાઈલ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે. જે રાત્રી દરમિયાન બનેલી લાખો મોબાઈલ ચોરીની આ ઘટનાને લઇ લીંબાયત પોલીસની પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા હતા. જોકે મોબાઈલ ચોરીની આ ઘટનાને લઇ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જો કે લાખોના મોબાઈપ ચોરીની આ ઘટના શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.સીસીટીવી ફૂટેજને જોતા અજાણ્યો ચોર ઇસમ દુકાનમાં પ્રવેશતાં જ સૌ પ્રથમ એકબાદ એક મોંઘીદાટ ના મોબાઈલ કોથળામાં ભરતો દેખાય છે.ન્યા બાદમાં ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા ચાલીસ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જાય છે.આ અંગે દુકાન માલિક દ્વારા લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ શરૂ કરી છે.
લીંબાયત વિસ્તારમાં છેલ્લા પંદર દિવસની અંદર ચોરીની આ બીજી ઘટના બની છે. જેને લઇ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા થયા છે. મહત્વની વાત છે કે ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે ફુટેજમાં ચોર શખ્સ 20 જેટલા મોબાઇલની ચોરી કરી કોથળામાં ભરી જાય છે. પરંતુ પોલીસે ચોરીનો મોટો આંકડો છુપાવવા એફઆઈઆરમાં મોબાઇલની સંખ્યા ઓછી બતાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.