સુરત:શહેરમાં ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવીને ચેઇન અને મોબાઇલ સ્નેચિંગની ઘટના વધી રહી છે. અનેક કિસ્સાઓમાં જોવા મળે છે કે ચેઇન તેમજ મોબાઈલ સ્નેચીગની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આવી જ એક ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં બની છે અને મોબાઈલ સ્નેચીગનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં યુવતીના હાથમાંથી મોબાઈલ સ્નેચીગ કરી બે બાઈક સવાર શખ્સો ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ જાય છે.
આ પણ વાંચો:Rotary Club of Navsari: વિસરાતી જતી રમતો સાથે મોબાઇલ યુગના બાળકોને જોડવાની અનોખી ઝાંખી
મોબાઈલ ઝુંટવી ધૂમ સ્ટાઈલમાં ફરાર: સુરતમાં બેફામ બનેલા ચેઇન અને મોબાઇલ સ્નેચર્સ મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને કોલેજની બહાર ઉભેલી યુવતીઓ પાસેથી મોબાઇલ અને ચેઇન સ્નેચિંગ કરતા હોય છે. રાહદારીઓને નિશાન બનાવી બાઈકર્સ ગેંગ લોકોના હાથમાંથી મોબાઈલ ઝુટવી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ રહ્યા છે ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સુરતના રાંદેર વિસ્તારના નામે એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં એક યુવતીના હાથમાંથી બાઈક પર આવેલા બે શખ્સો ધૂમ સ્ટાઈલમાં મોબાઈલ સ્નેચીગ કરી ફરાર થઇ જતા હોવાનું દેખાઈ રહ્યું છે.