ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: સુરત ગ્રામ્યમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, 10.56 લાખનો મુદામાલ જપ્ત - Surat crime News

પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઇવે -48 ઉપર મોબાઈલ સ્નેચીગ કરતી બે ગેંગ તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર રીસીવરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 115 મોબાઈલ ફોન તેમજ ૫ વાહનો મળી કુલ 10.56 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં 10 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે.

Surat Crime: સુરત ગ્રામ્યમાં Surat Crime: સુરત ગ્રામ્યમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, 10.56 લાખનો મુદામાલ જપ્ત મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, 10.56 લાખનો મુદામાલ જપ્ત
Surat Crime: સુરત ગ્રામ્યમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, 10.56 લાખનો મુદામાલ જપ્ત

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 10:20 AM IST

મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ

સુરત:શહેરમાં સતત ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે વલથાણ કેનાલ રોડ પાસે અને કીમ ચાર રસ્તા પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઇવે -48 ઉપર મોબાઈલ સ્નેચિંગ કરતી બે ગેંગ તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર રીસીવરને ઝડપી પાડ્યા છે.

સુરત ગ્રામ્યમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ

10 ગુનાના ભેદ:પોલીસે આરોપીઓ પાસેથી 7.27 લાખની કિંમતના 115 મોબાઈલ ફોન, 5 વાહન, ચોરીના મોબાઈલના હિસાબની ડાયરી તથા અલગ અલગ કંપનીના સીમકાર્ડ તથા મોબાઈલ બેટરીઓ મળી કુલ 10.56 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, પોલીસ તપાસમાં કામરેજ, કોસંબા અને કડોદરા પોલીસ મથક મળી 10 ગુનાના ભેદ ઉકેલી જવા પામ્યા છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ગ્રામ્યમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ

કોની કોની ધરપકડ: શાહરૂખ વાહીદ પઠાણ, અબુતલ્હા મહમદ મનસુર, જેનીશ નટવરભાઈ પટેલ, રાકેશભાઈ રાજેશભાઈ રાઠોડ, યોગેશભાઈ કિશોરભાઈ વસાવા, સાહિલ ફિરોજભાઈ ઘડીયાળી, મોબાઈલ રીસીવર, સિકંદર કાસીમ શેખ, રોશનબીબી મોહમદ મુર્તુઝા શેખ ૨, મહમદ આતિક યાસીન સૈયદ ૩, મુદસર કાસીમ શેખ, સોયેબખાન સરીફખાન પઠાણ નામના આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. સુરત ગ્રામ્ય એલસીબી પીઆઇ આર.બી ભટોળ એ જણાવ્યું હતું કે, "સ્નેચરો ને ઝડપી લેવા અમારી ટીમ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આ બે ગેંગ ઝડપી લીધી છે. તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પણ લોકોના મોબાઈલ ચોરી થયા છે એ તુરંત ફરિયાદ કરે."

  1. Surat News : સુરત મનપા સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષ દરમિયાન 18,659 બાળકોમાંથી 2926 કુપોષિત બાળકો જન્મ્યાં
  2. Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, બે વર્ષના બાળક ઉપર હુમલો
  3. Surat Crime: રૂમ ખાલી કરવા 5 હજાર રૂપિયાની સોપારી આપી એસિડ એટેક કરાવ્યો, ત્રણ લોકો દાઝ્યાં
  4. Surat Crime: ઓલા ડ્રાઇવરના પ્રેમમાં પશ્ચિમ બંગાળની યુવતીએ કર્યો હોટલમાં આપઘાત

ABOUT THE AUTHOR

...view details