ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી હત્યા, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા - CCTV footage Surat

મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મોબાઈલ એસેસરીઝના વેપારીને  પીઠના ભાગે ચપ્પુ મારી હત્યા, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી હત્યા, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 9:46 AM IST

મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી હત્યા, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

સુરત: મોબાઈલ એસેસરીઝના વેપારીની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. વેપારી પીઠના ભાગે ચપ્પુ વાગેલી હાલતમાં ઘર સુધી બાઈક પર આવ્યા હતા. ત્યારબાદ તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ વેપારી પીઢના ભાગે ચપ્પુ વાગેલી હાલતમાં બાઈક લઈને રહેણાંક સોસાયટી પાસે આવતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સામે ફરિયાદ નોંધી તપાસ ચાલી રહી છે.

સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા: સુરતમાં રહેતા 48 વર્ષિય ધરગારામ મુલ્લાજી ચૌધરી મૂળ રાજસ્થાનના વતની છે. હાલમાં તેઓ સુરતના પર્વત ગામ સ્થિત વીર દર્શન સોસાયટી પાસે રહે છે. પર્વત ગામ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. તેઓને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે. ગત રાત્રીના સમયે તેઓ પીઠમાં ચપ્પુ વાગેલી હાલતમાં રહેણાંક સોસાયટી પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જેથી ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું, ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું: ડીસીપી ભગીરથ સિંહ ગઢવીએ જણાવ્યુ હતુ કે, "આ બનાવની જાણ થતા ગોડાદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વેપારી પીઠમાં ચપ્પુ વાગેલી હાલતમાં રહેણાંક સોસાયટી સુધી બાઈક લઈને આવતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, સીસીટીવીમાં જોઈ શકાય છે કે તેઓ બાઈક પર પીઠ પર ચપ્પુ વાગેલી હાલતમાં સોસાયટી સુધી બાઈક હંકારીને પહોચે છે અને બાદમાં ત્યાં ઢળી પડે છે, ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ જાય છે અને બાદમાં તેઓને એક ફોર વ્હીલમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જો કે સ્મીમેર હોસ્પિટલમાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધ હાલ તપાસ ચાલી રહી છે.

  1. Surat Farmer Protest: નવી હાઈટેન્શન વીજ લાઈનનો સુરતના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો
  2. Rajkot Crime : રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ત્રણની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details