ખાડી વિસ્તારમાં ગંદકીની સમસ્યાનું કાયમી નિરાકરણ જોઇએ સુરતઃ સુરત શહેરના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ આજ રોજ તેમના વિસ્તારની ખાડીની સમસ્યાઓને લઈને મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ખાડી વિસ્તારમાં ગંદકીની સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું છે. સાથે તેમણે કહ્યું છે કે આનું કાયમી નિરાકરણ નહીં આવશે તો
નછૂટકે મારે જનઆંદોલન કરવું પડશે.
કમિશનરને આવેદનપત્ર : ધારાસભ્ય કાનાણીએ આજે મનપા કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પર અસખ્ય સોસાયટીના લોકો મરછર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છીએ, પરંતુ ખાડીના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા કોઈ ઝડપી અને નક્કર કામગીરી થયેલ નથી.ે વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરીનો રીપોર્ટ પણ આપવામાં આવતો નથી. કામની સમીક્ષા પણ કરવામાં આવી નથી, અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલુ છે થઇ જશે. પણ કામ થતું નથી અને હવે લોકો કંટાળી ગયેલા હોય અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરી છે. જો પ્રશ્ન હલ ના થાય તો જનઆંદોલન કરવાની ધમકી પણ આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે અને જો લોકો જનઆંદોલન કરશે તો નછૂટકે મારે પણ આ જનઆંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.
આ પણ વાંચો ડીમોલેશનની કાર્યવાહીને લઈને લોકોએ કર્યો વિરોધ! કાનાણીએ ઘટના સ્થળે જઈ કામગીરી અટકાવી
લોકોની આ સમસ્યા માટે કાયમી ઉકેલ આજદિન સુધી કરવામાં આવ્યો નથી : આ બાબતને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, મારા વિસ્તારની અંદર ખાડી વિસ્તારમાં અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. જેને કારણે ગંદકી, દુર્ગંધ અને મચ્છરનો ખૂબ જ ત્રાસ છે. આ પ્રશ્ન ખૂબ જ વર્ષો જૂનો છે. આની માટે ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ લોકોની આ સમસ્યા માટે કાયમી ઉકેલ આજદિન સુધી કરવામાં આવ્યું નથી. છેલ્લા ઘણા સમયથી મચ્છરોનો ત્રાસ ઉભો થયો છે. જેને કારણે તમામ સોસાયટીઓના આગેવાનો પ્રમુખો મારી પાસે આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. મને આવેદનપત્ર આપ્યું છે કે, જો આ પ્રકારની સમસ્યામાંથી અમને મુક્ત કરવામાં ન આવે તો અમારે જનઆંદોલન કરવું પડશે.
જનઆંદોલનમાં ધારાસભ્ય હોવાથી મારે પણ જોડાવું પડે : વધુમાં કુમાર કાનાણીએ જણાવ્યું કે સ્વાભાવિક છે કે મારા વિસ્તારમાં જનઆંદોલન થતું હોય તો હું આ વિસ્તારનો ધારાસભ્ય છું મારે પણ આ જનઆંદોલનમાં જોડાવું પડે. એટલા માટે જ મેં કોર્પોરેશનના કમિશનને આયોજનપત્ર આપી આ વાતને ધ્યાનમાં મૂકી છે કે, મારે વિસ્તારનો જે મચ્છર અને દુર્ઘધનો જે ત્રાસ છે તે દૂર થવો જોઈએ. સમસ્યાનો કાયમી નિરાકરણ થવું જોઈએ. નિરાકરણ નહીં થશે તો જન આંદોલન તરફ થશે. અને નછૂટકે મારે પણ આ આંદોલનમાં જોડાવું પડશે. તો આ વાતને કમિશનરના ધ્યાને મૂકી છે અને આ પ્રશ્નનો ઉકેલ થાય તેની માંગણી કરી છે.
આ પણ વાંચો આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી સુરત ટ્રાફિક DCPને દંડ વસુલાત બાબતે લખ્યો પત્ર
ગુરુવાર સુધીમાં આ સમસ્યા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે : કુમાર કાનાણીએ જણાવ્યું કે વધુમાં જણાવ્યુંકે આજે સવારે અધિકારીની ટીમ ખાડી ઉપર આવી પહોંચી હતી અને તેઓએ મને બોલાવ્યો હતો. કોર્પોરેશનના તમામ અધિકારીઓ આજરોજ સ્થળ મુલાકાત કરી છે અને આ બાબતે બેઠક કરી આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ આવી શકે તે માટે પ્રયાસો કરવામાં આવશે. ગુરુવાર સુધીમાં આ સમસ્યા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે. તે ઉપરાંત ખાડીમાં જે ગંદુ પાણી આવી રહ્યું છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવશે.