સુરતઃમૂળ નેપાળના વતની અને હાલ 4 મહિના અગાઉ જ સુરતના સરથાણા વિસ્તારમાં (Sarthana area of Surat )રહેવા આવેલા પરિવારની 10 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી તે દરમિયાન અજાણ્યો ઇસમ ઘરમાં ઘુસી તેણીની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ(Misdemeanor incident in Surat) ગયો હતો. બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતા જોઈ પોલીસના (Surat Sarthana Police) ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી તપાસમાં જોડાયા હતાં. આ ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી કાઢ્યો હતો. આ ઘટનામાં આરોપીઅન્ય કોઈ નહીં પરંતુ તેનો જ પિતા નીકળ્યો હતો.
બે ભાઈબહેનને બાથરૂમમાં પૂરી દેવામાં આવ્યાં
જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલે જણાવ્યું હતું કે પોલીસને સાંજે 7 વાગ્યાની આસપાસ સ્મીમેર હોસ્પિટલમાંથી પોલીસને માહિતી મળી હતી કે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાયું હતું. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકીની માતાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બાળકીની માતા અને પિતા નોકરી પર ગયા હતાં. બપોરે તેઓની દેરાણીએ જાણ કરી હતી જેથી બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતાં. આ ઉપરાંત પરિવારજનોની પૂછપરછ કરતા લાંબો વ્યક્તિ અને કાનમાં કડી પહેરેલી વ્યક્તિએ ઘરમાં આવી બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં બાળકી સાથે ત્યાં અન્ય બે ભાઈબહેનને બાથરૂમમાં પૂરી દેવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃIncident of misdemeanor Khambhaliya: ખંભાળિયામાં બે સગી બહેનોને નરાધમો પીખી નાખી