ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News : કીમ ગામે ઓઢણી અને ટાઈ વડે હાથ-પગ બાંધેલી હાલતમાં મળી સગીરા, પૂછપરછમાં થયો મોટો ખુલાસો - Keem Police Station

શહેરના ઓલપાડ વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. કીમ ગામના એપાર્ટમેન્ટમાં એક સગીરા ઓઢણી-દુપટ્ટા અને ટાઈ વડે મોં-હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ બાબતે પંથકમાં અલગ અલગ અફવાએ જોર પકડ્યું હતું. પોલીસ તપાસ બાદ આખા મામલાની સાચી હકીકત વાત બહાર આવતા અફવાઓનો અંત આવ્યો હતો. જાણો શું હતી હકીકત ?

Surat Crime News
Surat Crime News

By

Published : Jul 28, 2023, 6:57 PM IST

કીમ ગામે ઓઢણી અને ટાઈ વડે હાથ-પગ બાંધેલી હાલતમાં મળી સગીરા

સુરત :ઓલપાડ તાલુકાના કીમ ગામમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ગત 24 જુલાઈના રોજ બપોરના સમયે એક અજીબ બનાવ બન્યો હતો. એક સગીરા ઓઢણી, દુપટ્ટા તથા ટાઈ વડે મોઢા ઉપર બાંધેલી હાલતમાં મળી આવી હતી. સ્થાનિકો સદર સગીરાને નજીકના કીમ પોલીસ મથકમાં લઇ આવ્યા હતા. આ બાબતે પંથકમાં અલગ અલગ અફવાએ જોર પકડ્યું હતું. પોલીસ તપાસ બાદ આખા મામલાની સાચી હકીકત વાત બહાર આવતા અફવાઓનો અંત આવ્યો હતો.

શું બની ઘટના ? પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના કીમ ગામે એક એપાર્ટમેન્ટના ધાબા ઉપર હાથ-પગ બાંધી દીધેલી હાલતમાં એક સગીરા મોહિની(નામ બદલેલ છે) મળી આવી હતી. કીમ ગામના નાગરિકોએ આ બાબતે કીમ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ સગીરાને કીમ પોલીસ મથકમાં લાવવામાં આવી હતી. કીમ પોલીસના સ્ટાફ દ્વારા સગીરાના વાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓને પોલીસ મથકમાં બોલાવી વાલીવારસોની હાજરીમાં સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી.

આ બાબતની જાણ થતાં જ અમારી ટીમ પહોંચી ગઈ હતી. સગીરાની પૂછપરછ અને આજુબાજુ વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જોકે, સગીરાની પૂછપરછ દરિમયાન તેઓએ જાતે જ હાથ-પગ બાંધી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.--PSI, કીમ પોલીસ મથક

ભાંડો ફૂટ્યો : પૂછપરછ દરમિયાન સગીરાએ જાતે ગભરામણમાં આ કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું. તેમજ ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરે પણ રૂબરૂ પૂછપરછ કરતા સગીરાએ ભણવામાં મન ન લાગતું હોવાનું સ્વીકાર્યું હતું. સગીરાએ કહ્યું પોતાને ભણતરનો બોજ લાગતો હતો અને પોતાના વાલીઓને આ બાબતે કહેવામાં ડર લાગતો હતો. જેથી ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળી ગયા બાદમાં કીમના એક કોમ્પ્લેક્ષમાં આવી ગઈ હતી. જે કહેવામાં ડર લાગતો હોવાથી અન્ય કોઈ રસ્તો ન સૂઝતા જાતે પોતાની ઓઢણી તથા ટાઈ વડે મોઢા ઉપર તથા હાથે પોતાની જાતને બાંધીને બેસી રહી હતી.

પૂછપરછમાં હકીકત મળી : આ કૃત્ય પોતાના માતા-પિતા ઠપકો ન આપે એ માટે કર્યું હોવાની હકીકત સગીરાએ જણાવી હતી. બાળ સગીરા સાથે કોઈ પણ ગેર કૃત્ય તથા કોઈ ગુનાહિત ઘટના ઘટી નથી. જેથી સગીરાનો વાલી વારસો કોઈ પોલીસ કાર્યવાહી કરવા માંગતા ન હોવાનું જાણવા મળે છે. પરિવાર સાથે જ કિશોરી રહેવા માંગતી હોવાથી હાલ મનોચિકિત્સક પાસે કન્સલ્ટેશન કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ બનાવ બાદ સ્થાનિકોમાં સત્ય જાણવાની ઉત્સુકતા વચ્ચે અનેક ખોટી અફવાઓએ પણ જોર પકડ્યું હતું. ત્યારે સદર હકીકત બાદ અફવાઓ પર બ્રેક લાગી ગઈ હતી. અફવા ન ફેલાઈ તે માટે કીમ પોલીસ દ્વારા હકીકત જાહેર કરી જણાવવામાં આવ્યું હતું.

  1. Surat Crime News : સરેઆમ આશાસ્પદ યુવકની ચકચારી હત્યા, હત્યારા વોન્ટેડ બુટલેગરનો ગુનાહિત ઈતિહાસ
  2. Surat Crime News : સ્કૂલ-કોલેજમાં ચોરી કરતી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગ

ABOUT THE AUTHOR

...view details