- સામુહિક દીક્ષા મહોત્સવમાં રવિવારે વધુ એક મુહૂર્ત અપાતા દીક્ષા આંક 75 થયો
- દીક્ષાર્થીઓએ શણગારેલી બગી પરથી વસ્ત્રો આદિનું ભરપુર વર્ષીદાન કર્યું
- ગજરાજ અને વિવિધ આકર્ષણો સાથે દીક્ષાર્થીઓનો વરઘોડો રાજમાર્ગ પર ફર્યો
સુરત : દેશભરમાં લોકમુખે ચઢેલા સુરતના સામુહિક દીક્ષા મહોત્સવમાં(Diksha Mahotsav) રવિવારે વધુ એક મુહૂર્ત અપાતા દીક્ષા આંક 75 થયો છે. આજે દિક્ષાર્થીઓનો વરઘોડો પણ નીકળ્યો હતો. સુરતના માર્ગો પર જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે લોકો વરઘોડાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અધ્યાત્મ નગરીમાં મુંબઈના કરોડપતિ ડાયમંડ વેપારીએ દીક્ષાનું મુહૂર્ત (Mumbai millionaire diamond trader's initiation moment)લીધું હતું. દીક્ષાર્થીઓએ શણગારેલી બગી પરથી વસ્ત્રો આદિનું ભરપુર વર્ષીદાન કર્યું હતું. ઘણા દિવસો બાદ ઉત્સવનો આવો અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો. આ અનેરી અને સોનેરી ખુશી અઘ્યાત્મ પરિવારને આભારી હોવાનું લોકો કહી રહ્યા હતા.
વિવિધ બેન્ડ અને આદિવાસી નૃત્ય મંડળી આકર્ષણનું કેન્દ્ર બની
શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ (Shri Shantikanak Shramanopasak Trust)અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો(Surishantichandra Community Suri Bhagwanto), આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા સિંહસત્વોત્સવમાં, ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મ ના મહાનાયક સૂરિયોગની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે થનારી સામૂહિક દીક્ષામાં ઉપધાન તપના લાભાર્થી પરિવાર સંઘવી શાંતિલાલ એનોપચંદ સણવાલ નિવાસીનો યુવરાજ સમ પુત્ર મન તથા ભાણેજ દર્શીની વરસીદાન યાત્રાનું તેમના દ્વારા આયોજન કરાયુ હતું. જેમાં સાથે તેમના પરિવારના દીક્ષાર્થીઓ રિધમકુમાર તથા અભિષેક કુમાર તેમજ તા-26મી એ દીક્ષા લેનાર સણવાલ ની ભણેજો આંગી તથા ઋજુ પણ સામેલ હતા. વર્સીદાન યાત્રામાં આગળ બાળકો સાયકલ ચલાવતા હતા. તો વિવિધ બેન્ડ અને આદિવાસી નૃત્ય મંડળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બે હાથી જે રીતે મન તથા દર્શી નો રથ ખેંચતા હતા ત્યારે વાતાવરણ દીક્ષાર્થીઓના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું.
મુંબઈના ડાયમન્ડ વેપારીને 75મું દીક્ષા મુહૂર્ત અપાયું
વેસુ અઘ્યાત્મ નગરીમાં તા-29મી નવેમ્બરે દીક્ષાધર્મ મહાનાયક યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની (Yogatilaksurishwarji Maharaja)વૈરાગ્ય વાણીથી વાસિત મૂળ જુના ડીસાના તથા હાલ મુંબઈ વાલકેશ્વરમાં રહેતા નીતિનભાઈ લહેરચંદભાઈ શાહે (Nitinbhai Laherchandbhai Shah)66 વર્ષની વયે વૈભવ, પ્રતિષ્ઠા બધુ છોડીને સંયમમાર્ગે ચાલવા નીર્ધાર કર્યો હતો. સૂરિરામ ના તારક વચનોથી સંસ્કરણ પામેલા તેઓનો પાલીતાણામાં 8 વર્ષ પહેલાં કરેલા ચાતુર્માસ માં અધ્યાત્મસમ્રાટશ્રી ગુરુયોગની વાણીથી વૈરાગ્ય પ્રબળ બન્યો. પત્ની અને સંતાનોએ સંમતિ આપી છે. આમ હવે 75 દિક્ષાર્થીઓમાં વધુ એક અતિ ધનાઢ્ય સંપત્તિ છોડી રહ્યાં છે. આ ઉપરાંત અનેક શૈક્ષણિક ઊંચી ડિગ્રી ધારકો પણ કાગળની ડિગ્રી ફગાવી શાશ્વતનો શણગાર સજી રહ્યા છે.ત્યારે સૂરિરામ ની દીક્ષા માટે ની દાયકાઓની મહેનત તથા સૂરિશાન્તિ ની જહેમત જાણે સફળ થઈ રહી છે.