ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 12,020 કરોડના મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે કરાયો સર્વે - GUJARATI NEWS

સુરતઃ શહેરમાં 12,020 કરોડના ફર્સ્ટ ફેજ મેટ્રો ટ્રેન પ્રોજેકટને લઈ ગુજરાત મેટ્રો ટ્રેન કોર્પોરેશનની ગાંધીનગર અને દિલ્હીની ટીમેં બુધવારે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. સાથે ડ્રીમ સીટીથી કાદરશા નાળની મુલાકાત લેવા ડ્રીમ સીટીની ટીમ પહોંચી છે અને ત્યારબાદ બે કોરિડોરના તમામ સ્ટેશન અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં 12,020 કરોડના મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે કરાયો સર્વે

By

Published : Jul 17, 2019, 3:19 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા મેટ્રો સિટીના પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના કામને મંજૂરી મળી છે. ત્યારે ડ્રીમ સીટી ખાતે મેટ્રો રેલ પ્રોજેકટના દિલ્હી અને ગાંધીનગરના અધિકારીઓ કામગીરીની સમીક્ષા કરવા આજે સુરત પહોંચ્યા છે.

સુરતમાં 12,020 કરોડના મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે કરાયો સર્વે

સુરતમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધી પહેલા ફેઝમાં કામકાજ શરૂ કરાશે. જેની કુલ લંબાઇ 22 કિમી છે. તેમાં 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે. જેના બે કોરિડોર છે. રૂપિયા 12,020 કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ હવે કામ આગળ વધારવા ગાંધીનગરમાં મળેલી બેઠકમાં પ્રથમ ફેઝમાં સરથાણા ડ્રીમ સિટીથી કાદરશાની નાળમાં કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તરીકે મ્યુ.કમિશનરની નિમણૂંક કરાઇ છે. જ્યાં દર અઠવાડીએ મેટ્રો રેલની મીટીંગ સુરત ખાતે મળશે અને તેમાં દરેક મુશ્કેલીની ચર્ચા કરાશે અને તાકીદે નવા સ્ટાફની નિમણૂક કરાશે. GMRS પ્લાનિંગ વિભાગના વડા આર.એન. વર્માએ જણાવ્યું હતું કે, હાલ સમીક્ષાની કામગીરી ચાલી રહી છે અને વર્ષના અંત સુધીમાં કોન્ટ્રેક્ટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details