ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના મેહુલ સુરતી છે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર 'હેલ્લારો' ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર - Hallaro Gujarati movie

સુરત: કચ્છમાં શૂટ થયેલી અને સ્ત્રી સશક્તિકરણ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ રિલીઝ થવાની બાકી છે. પરંતુ એ પહેલા જ આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિચર ફિલ્મ ઘોષિત કરવામાં આવી છે. ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થવાની છે અને મહત્વની વાત એ છે કે, ફિલ્મ રિલીઝ થયા પહેલા જ તેને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી સુરતના વતની છે.

Etv Bharat

By

Published : Oct 15, 2019, 8:50 PM IST

વર્ષ 1975ની ઘટના પર આધારિત આ ફિલ્મમાં કુલ ચાર ગીત છે. જે મેહુલ સુરતી દ્વારા 22 દિવસમાં ફિલ્મના ડાયરેક્ટરને આપવામાં આવ્યા હતા. ફિલ્મમાં ઢોલની વાત છે અને એટલે જ આ ગીતોમાં બેકગ્રાઉન્ડમાં 10 ઢોલ હાથથી અને 10 ઢોલ સ્ટિકથી વગાડવામાં આવ્યા હતા.

આ પહેલા મેહુલ સુરતીએ 'કેવી રીતે જઈશ', 'પાસપોર્ટ', 'કૂખ', 'વિટામિન શી', 'શોર્ટ સર્કિટ' જેવી ગુજરાતી ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. આના સિવાય તેમણે આપણા જાણીતા કવિ નર્મદ માટે એક ગીત તૈયાર કર્યું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં અદભુત મ્યુઝિક આપવામાં તેમનો ઘણો મોટો ફાળો આપ્યો છે. ફિલ્મના ચાર ગીતોમાં બેકગ્રાઉન્ડમાં અવાજના અલગ અલગ ટેક્ચર માટે 20થી 35 વર્ષની મહિલાઓ અવાજ લેવાયો છે. કારણ કે ઉંમર પ્રમાણે અવાજમાં મેચ્યોરિટી હોય છે.

મ્યુઝિક ડાયરેકટર મેહુલ સુરતી કહે છે કે, મને ડાયરેક્ટર અભિષેકભાઈએ 25 દિવસમાં આ ચાર ગીતને તૈયાર કરવા કહ્યું હતું. જેથી શૂટિંગ જલ્દીથી કરી શકાય પરંતુ સાથે તેમણે એ પણ કહ્યું હતું કે, ફિલ્મ ભલે 1975ની હોય પરંતુ ગીતોનો સાઉન્ડ ઈલેક્ટ્રોનિક કે સિન્થેટિક ન હોવો જોઈએ પરંતુ મોર્ડન હોવો જોઈએ. એટલે કે ફિલ્મ ડોક્યુમેન્ટરી નથી ફીચર ફિલ્મ છે જેથી સુગમ સંગીત કે ક્લાસિકલ સંગીતને બદલે આધુનિક સંગીત લાગવું જોઈએ. વધુમાં તેઓ કહે છે કે, ગીત માટે કન્ડિશન એ હતી કે આ ચારેય ગીત પણ હોવા જોઈએ અને ગરબા પણ હોવા જોઈએ જે સૌથી અઘરી વાત હતી.

મેહુલ સુરતીએ 22 દિવસમાં આ ચાર ગીત માટે અલગ અલગ વર્ઝનમાં કુલ 28 ટ્યુન બનાવી હતી જેમાંથી ચાર ફાઈનલ થઈ હતી. ફિલ્મમાં કચ્છના ઈન્સ્ટ્રુમેન્ટ ગીતમાં બેકગ્રાઉન્ડમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે. આ ચારેય ગીત એ ગીત પણ છે અને ગરબા પણ છે. 'હેલ્લારો’નો અર્થ થાય છે હેલકારો અર્થાત્ ‘એય’ કે ‘એ જી’ જેવો હેલારો કે કોલ, જે પત્નીઓ પતિઓને આપતી હોય છે.આ ગુજરાતી ફિલ્મને સુવર્ણ કમલ એટલે ભારત આખાની શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details