ગુજરાત

gujarat

ETV Bharat / state

રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા મહાનગરપાલીકાનો મેગા પ્લાન - SMC રખડતા ઢોર માટે ડબ્બા

સુરત શહેરમાં રખડતા ઢોરની ત્રાસથી શહેરીજનો (Stray cattle in Surat) ત્રાહિમામ પોકાર્યો કયા છે, ત્યારે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) હવે એક્શન મોડમાં આવી કતારગામ, સરથાના અને રાંદેરમાં ત્રણ મોટા ઢોર ડબ્બા બનાવવા કવાયત શરૂ કરાઈ છે. (Mega plan Stray cattle in Surat)

રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા મહાનગરપાલીકાનો મેગા પ્લાન
રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા મહાનગરપાલીકાનો મેગા પ્લાન

By

Published : Dec 14, 2022, 3:40 PM IST

સુરત પાલિકાના ત્રણેય ઝોનમાં ઢોર ડબ્બાની કેપીસીટી વધારીને 3000 કરશે

સુરત : શહેરમાં રખડતા ડોરની સમસ્યા લોકો માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આવનાર દિવસોમાં સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) રખડતા ઢોરોને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરશે. પાલિકાના અધિકારીઓ દ્વારા જ્યાં પણ રસ્તા પર ઢોર દેખાય ત્યાંથી પકડી સલામત સ્થળે મોકલાઈ આપવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ઢોરને લગતી 137 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં ચૂંટણી પહેલા કરેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો 222થી વધુ ગેરકાયદેસર તબેલાઓ પર કાર્યવાહી કરાવી હતી, જ્યારે 4000થી વધુ પશુઓ પકડાયા હતા. (Mega plan Stray cattle in Surat)

પાલિકામાં દરખાસ્ત રજૂ કરાશેઆ અંગે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા માટે મહાનગરપાલિકાએ (SMC Stray Cattle Operation) એક મેગા પ્લાન બનાવ્યો છે. સુરતના ત્રણ વિસ્તાર કતારગામ, સરથાણા અને રાંદેરમાં ત્રણ મોટા ઢોર ડબ્બા બનાવવામાં આવશે. પાલીકાએ ત્રણેય ઝોનમાં ઢોર ડબ્બાની કેપેસિટીવધારીને 3000 કરશે અને આ માટે પાલિકામાં દરખાસ્ત રજૂ કરાશે. (Stray cattle in Surat)

40.58 લાખ દંડ વસૂલવામાં આવ્યો સાથે તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી રખડતા ઢોરની સમસ્યા (Stray cattle problem in Surat) દૂર કરવા માટે પાલિકા ચુસ્ત કાર્યવાહી કરી રહી છે. વર્ષ 2022 2023માં 4268 પશુઓ પકડાયા હતા. 40.58 લાખ દંડ વસૂલવામાં આવ્યો હતો. જે પશુઓ છે તેમની RFID પાલિકા નિશુલ્ક કરી આપશે. દરેક ઝોનમાં અધિકારીઓ જઈને આ પ્રક્રિયા કરી રહ્યા છે. જેના કારણે પાલિકામાં ઓનલાઇન ડેટાબેસ જોવા મળશે. હાલ ત્રણે સ્થળે મોટા ડોર ડબ્બા (SMC Cattle Bins) બનાવવા કવાયત શરૂ કરાઈ છે. જેની શરૂઆત કતારગામ વિસ્તારથી શરૂ કરવામાં આવશે. (Bins for stray cattle in Surat)

ABOUT THE AUTHOR

...view details