ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં તાપી નદીના કિનારે મેગા અશ્વ શૉ અને મેળાનું આયોજન કરાયું - સુરતમાં તાપી નદીના કિનારે મેગા અશ્વ શૉ અને મેળાનું આયોજન

લોકો ઘોડા વિશે અને તેની સાથે જોડાયેલી રમત વિશે જાણે અને સમજે તે ઉદ્દેશથી સુરતમાં હોર્સ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વ શૉમાં ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ રમતો રમાડવામાં આવશે. સાથે જ લોકોને ઘોડાઓની નસલ વિશે પણ માહિતી આપવામાં આવશે.

surat
surat

By

Published : Mar 6, 2020, 4:48 AM IST

સુરત : ઘોડો પર બેસી તેને રેસમાં દોડાવવો કોઈ ખાવાનો ખેલ નથી, ત્યારે લોકો ઘોડા વિશે અને તેની સાથે જોડાયેલી રમત વિશે જાણે અને સમજે તે ઉદ્દેશથી સુરતમાં હોર્સ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વ શૉમાં ત્રણ દિવસ દરમિયાન અલગ-અલગ રમતો રમાડવામાં આવશે. સાથે જ લોકોને ઘોડાઓની નસલ વિશે પણ માહિતી આપવામાં આવશે.

સુરતમાં તાપી નદીના કિનારે મેગા અશ્વ શૉ અને મેળાનું આયોજન કરાયું
તાપી નદીના કિનારે મેગા અશ્વ શૉ તથા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગુજરાત સહિત ચાર રાજ્યોના ખેલાડીઓ પોતાના અશ્વ સાથે વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. બે દિવસ દરમિયાન ચાલનારા કાર્યક્રમમાં હોર્સ પરેડ, ટેન્ટ પેગીંગ, બેરલ રેસ, ગરોલવો, શૉ- જંપિંગ, ઉત્તમ અશ્વ પ્રદર્શન અને પોની કાર્ટ રેસ જેવી ગેમ રમાડવામાં આવશે.

સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી આયોજિત અશ્વ શૉમાં અલગ-અલગ રમાડવામાં આવતી હોય છે. આ સ્પર્ધા યોજવાનો મુખ્ય ઉદ્દેશ લોકો ઘોડાઓ વિશે જાણે સમજે અને તેને ચલાવવાનો પ્રયાસ કરે છે. અશ્વ શૉમાં ઉત્તમ કાઠીયાવાડી ઘોડો અને ઘોડી, ઉત્તમ મારવાડી ઘોડો અને ઘોડી, કચ્છી, સિંધી, ઉત્તમ કચ્છી અને ઉત્તમ સિધી ઘોડો - ઘોડી, એક વર્ષ ઉપના ઉત્તમ કાઠીયાવાડી વછેરો અને વછેરી, એક વર્ષ ઉપરના ઉત્તમ મારવાડી વછેરો અને વછેરી, એક વર્ષ ઉપરના ઉત્તમ કચ્છી-સિંધી વછેરો અને વછેરી ભાગ લેશે.

નોંધનીય છે કે, આ હરીફાઈઓમાં મોટી ઉમરના, ઘરડા, અશક્ત ઘોડાઓ ભાગ લઈ શકતા નથી. લોકો માટે હોર્સ પરેડ, ટેન્ટ પેગીંગ, બેરલ રેસ, ગરોલવો, શૉ - જંપિંગ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહેશે. અશ્વ ચલાવનાર ચાલક પણ ખૂબ તૈયારી કરતા હોય છે. હવે મહિલાઓ પણ ઘોડા ચલાવે છે. હોર્સ રાઈડર મહિલાઓનું કહેવું છે કે, સતત પ્રેક્ટિસ કરવાથી ઘોડો ચલાવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details