રાષ્ટ્રવ્યાપી શિક્ષાયાત્રા સંદર્ભે વિસ્તૃત ચર્ચા સુરત: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની અઘ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી દ્વારા વંચાણમાં લીધેલ ગત સભાનું પ્રોસિડિંગ સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પડતર પ્રશ્નો જેવાકે 1 એપ્રિલ 2005 પછી ભરતી થયેલ કર્મચારીઓનાં સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા 10 ટકાની સામે 14 ટકાનો ફાળો ઉમેરવા બાબત 2005 પહેલાનાં ભરતીવાળા જૂની પેન્શન યોજનાનો લાભ થયેલ સમાઘન મુજબ તથા અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રવ્યાપી શિક્ષાયાત્રા સંદર્ભે વિસ્તૃત ચર્ચા: પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં દિલ્હી ખાતે યોજાનાર જૂની પેન્શન યોજનાના અમલીકરણ સંદર્ભે ધરણાં કાર્યક્રમ તેમજ રાષ્ટ્રવ્યાપી શિક્ષાયાત્રા સંદર્ભે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ તકે તેમણે સુરત જિલ્લામાં બદલીનાં કેમ્પો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા બદલ જિલ્લા અને દરેક તાલુકા સંઘનાં હોદ્દેદારોનો આભાર વ્યક્ત હતો.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે મળેલી આ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બદલી કેમ્પ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા સૌએ સંઘના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.
શાલ ઓઢાડીને વિશેષ સન્માન: બદલી થઈને ગયેલ સંઘનાં હોદ્દેદારો અશ્વિનભાઈ, નરેશભાઈ, દિનેશભાઈ ભટ્ટ સહિત સોસાયટીનાં હોદ્દેદારોનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત HTAT સંઘનાં સુરત જિલ્લાનાં પ્રમુખ બનવા બદલ રજીતભાઈ ચૌધરીનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ સિનિયર કાર્યવાહક બળવંતભાઈ પટેલે આટોપી હતી. કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિરાજભાઈ, અશ્વિનભાઈ, યાસીનભાઈ, સાગરભાઈ તથા અન્ય હોદ્દેદારો દ્વારા બેઠકમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં ધીરુભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી સહિત દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ મંત્રીઓ હાજર રહ્યાં હતા.
- Surat News : દિલ્હીમાં ધરણાં કાર્યક્રમ સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાઈ
- Best Teacher Award : ભાવનગરના મોજીલા માસ્તરને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મા બનીને બાળકોના બટન ટાંક્યા અને વાળ પણ કાપ્યા