ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: મેડિકલ અને પેરા મેડીકલના ઉમેદવારો વગર સોશિયલ ડિસ્ટન્સે ઊભા રહ્યા - corona virus in inida

કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ ડૉક્ટર અને નર્સની ભરતી શરૂ કરી દીધી છે. મેડિકલ અને પેરા મેડિકલની ભરતી મંગળવારથી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે. પરંતુ આ રોગને ડામવા માટે જે ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી હતી તેઓ પોતે જ ઈન્ટરવ્યૂ દરમ્યાન બેદરકારી બતાવતા નજરે પડ્યા હતા. ઈન્ટરવ્યૂ આપવા આવેલા તમામ મેડિકલ અને પેરા મેડીકલના ઉમેદવારો વગર કોઈ સોશિયલ ડિસ્ટન્સે લાઈનમાં ઊભા રહ્યા હતા.

etv Bharat
સુરતમાં મેડિકલ અને પેરા મેડીકલના ઉમેદવારો, વગર સોશ્યલ ડિસ્ટન્સ રાખી લાઈનમાં ઊભા રહ્યા

By

Published : Mar 31, 2020, 8:26 PM IST

સુરત: કોરોના વાઈરસ સામે લડવા માત્ર અને માત્ર સોશિયલ ડિસ્ટન્સ જ એક ઉપાય છે. આ વાત પોતે મેડિકલ એક્સપર્ટ સહિત વડાપ્રધાને પણ વારંવાર કરી છે. આ વચ્ચે જ્યારે આ રોગને ડામવા સુરત મહાનગરપાલિકાએ ડૉક્ટર અને નર્સની ભરતી શરૂ કરી તો ઈન્ટરવ્યૂમાં આવનારા ઉમેદવારો વગર કોઈ સોશિયલ ડિસ્ટન્સ રાખી લાઈનમાં ઊભા નજરે પડ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મંગળવારે મેડિકલ અને પેરામેડિકલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો આ ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા અને ઇન્ટરવ્યૂ આપવા માટે તેઓ એક મોટી લાઈનમાં ઊભા રહ્યા હતા પરંતુ આ લાઇનમાં વગર કોઈ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં 41 ડોકટર, 125 નર્સ સહિતના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.

કોરોના વાઈરસની સ્થિતિ જોઈ યુદ્ધના ધોરણે મેડિકલ અને પેરામેડિકલ ભરતીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે આજે મોટી સંખ્યામાં સુરતમાં ઉમેદવારો હાજર રહ્યા હતા. જોકે ત્યાં ઘોર બેદરકારી જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકા પોતે લોકોને વારંવાર સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અપીલ કરી રહી છે. જ્યારે આ ઇન્ટરવ્યૂમાં તેઓ દ્વારા બોલાવવામાં આવેલા ઉમેદવારો સોશિયલ ડિસ્ટન્સ રાખે તેની તકેદારી પણ લેવામાં આવી નહોતી.

ABOUT THE AUTHOR

...view details