આત્મનિર્ભર બનવા માટે હાલ યુટ્યુબ પરથી ચીઝ કેક શીખીને હાલ સ્ટાર્ટ અપ કર્યું સુરત:એમબીએ ડિગ્રી ધરાવનાર લોકો શાનદાર નોકરી કરતા હોય છે પરંતુ સુરતની કાજલ સોની પોતાની ભાભી નિશા સાથે મળીને હાલ સુરત આરટીઓ નજીક ફૂટપાથ પર અલગ અલગ પ્રકારની ચીઝ કેક વેચીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. લોકો વિચારતા હશે કે MBA કર્યા બાદ શા માટે તેઓ ચીઝ કેક બનાવીને ફૂટપાથ પર વેચી રહ્યાં રહ્યા હશે ? ચાલો જાણીએ...
અલગ અલગ વેરાઈટીના ચીઝ કેક પરિવાર માટે બેંકની નોકરી છોડી: MBA કરનાર કાજલ સોની લગ્ન પહેલા બેંકમાં નોકરી કરતી હતી. પરંતુ લગ્ન થયા બાદ જ્યારે બાળકો આવ્યા ત્યારે તેણે નોકરી છોડી દીધી હતી અને પોતાનો સંપૂર્ણ સમય પરિવાર અને બાળકોને આપતી હતી. પરંતુ હવે તેણે આત્મનિર્ભર થવાનું વિચાર્યું અને તેમની મદદ માટે તેની ભાભી સાથે આવી. ભાભીએ યુટ્યુબ પર જોઈ અલગ અલગ પ્રકારે કઈ રીતે ચીઝ કેક બનાવી શકાય તેની શરૂઆત કરી. બંને બાળકોને પણ સંભાળે છે અને ઘરની સાથો સાથ દિવસ દરમિયાન ચીઝ કેક બનાવી સાંજે તેનું વેચાણ સુરતમાં આરટીઓ પાસે ખાતે કરે છે.
'હું MBA કરી ચુકી છું. આઈડીએફસી બેન્કમાં અગાઉ જોબ કરતી હતી. લગ્ન બાદ બાળકો થયા તેથી નોકરી છોડી દીધી હતી. પરંતુ પોતાના પગ પર ઉભી થવા માટે હું અને મારી ભાભીએ યુટ્યુબ પર શીખીને આ સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. અગાઉ જોબ તો સારી હતી પરંતુ બાળકો માટે જોબને સમય આપી શકતી ન હતી. પરંતુ હવે ઘરનું કામ અને બાળકોને સમય આપ્યા બાદ ઘરે જ અમે આ ચીઝ કેક બનાવીએ છીએ અને સાંજે અહીં ફૂટપાથ પર આવીને વેચીએ છીએ. હું અને મારી ભાભી મિત્ર તરીકે રહ્યા છે. દરેક પ્રસંગમાં અમે સાથે જ હોઈએ છીએ. અમે કામને વહેંચી દેતા હોઈએ છીએ. થોડાક ફ્લેવર્સે તે બનાવે છે થોડા હું બનાવું છું.' - કાજલ સોની
'અમે હોમ મેકર હતા. ત્રણ વર્ષ પહેલાં હું અને મારી નણંદે વિચાર્યું કે અમે થોડુંક માર્કેટમાં નીકળીએ. નવી નવી વેરાઈટીઝ કાઢીએ અને અમે માર્કેટમાં ઉતર્યા. યુટ્યુબ પરથી જોઈ બધું જ શીખ્યા છે. અમે ઘરેથી પહેલા ડોનટ્સ બ્રાઉની વેચતા હતા. ઘરનું કામ પતાવી બાળકોને શાળા મોકલી અહીં સાંજે ફૂટપાથ પર ચીઝ કેક વેચીએ છીએ. રાત્રે પછી ઘરે જઈને બાળકો સાથે ટાઈમ વીતાવીએ છીએ. હાલ અમે સાત જેટલી ચીજ કેકની વેરાઈટીઓ વેચીએ છીએ અને હાલમાં આજે ચોકલેટ વોલ્કેનો નવું કાઢ્યું છે. જે ખાસ આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે.' - નિશા નવસારીવાળા
- સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી
- Gujarat Government Start Up: સ્ટાર્ટઅપ ક્ષેત્રે આ ધોરણના વિદ્યાર્થીઓને મળશે આ નવી તકો...