ગુજરાત

gujarat

ETV Bharat / state

મનપાના ચૂંટાયેલા પૂર્વ સભ્યો, સ્ટાફને વિનામૂલ્યે રેમડિસીવીરના મહતમ 6 ડોઝ મફત અપાશે

કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે જે કોરોના વોરીયર્સ ફ્રન્ટલાઈન તરીકે તમામ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં તેમને કોઈ હાલાકી ન થાય આ માટે નિર્ણય લેવાયો છે. સભ્યો સ્ટાફને વિનામૂલ્યે રેમડેસીવીરના મહતમ 6 ડોઝ મફત આપવામાં આવશે.

તમામ લોકો ફ્રન્ટલાઈન તરીકે કામગીરી કરી રહ્યા છે તેના માટે લેવાયો નિર્ણય
તમામ લોકો ફ્રન્ટલાઈન તરીકે કામગીરી કરી રહ્યા છે તેના માટે લેવાયો નિર્ણય

By

Published : Apr 16, 2021, 4:41 PM IST

  • તમામ લોકો ફ્રન્ટલાઈન તરીકે કામગીરી કરી રહ્યા છે તેના માટે લેવાયો નિર્ણય
  • સભ્યો સ્ટાફને વિનામૂલ્યે રેમડેસીવીરના મહતમ 6 ડોઝ મફત અપાશે
  • સ્મીમેર હોસ્પિટલમાં લાલ કેસની દવા બારી નંબર-113 પરથી વિનામૂલ્યે મળશે

સુરત: મનપાના કર્મચારી, પૂર્વ કર્મચારી, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો તથા મનપાના ક્વોટામાં ખાનગી હોસ્પિટલોમાં ટ્રાન્સફર થયેલા દર્દીઓ માટે જરૂર પડે રેમડેસીવીર મુશ્કેલીના નિવારણ માટે મનપા કમિશ્નરની સૂચનાથી ડેપ્યુટી કમિશ્નર હેલ્થ ડો. આશિષ નાયક દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્રથી કરવામાં આવ્યું છે. જે મુજબ મનપાની ચૂંટાયેલી પાંખ પૂર્વ સભ્યો સ્ટાફને વિનામૂલ્યે રેમડેસીવીરના મહતમ 6 ડોઝ મફત અપાશે.

સભ્યો સ્ટાફને વિનામૂલ્યે રેમડેસીવીરના મહતમ 6 ડોઝ મફત અપાશે

આ પણ વાંચો:સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન

વિનામૂલ્યે વધુમાં વધુ છ ડોઝ મળી શકશે

કોરોના પરિસ્થિતિને ધ્યાને લઇ મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, અધિકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીઓ અથવા તેઓના આશ્રિત અને મનપાના ક્વોટામાં ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર થયેલા દર્દીઓને રેમડેસીવીર 100 mg ઇન્જેક્શનની જરૂરિયાત જણાય તો સ્મીમેર હોસ્પિટલમાં લાલ કેસની દવા બારી નંબર-113 પરથી વિનામૂલ્યે વધુમાં વધુ છ ડોઝ મળી શકશે. આ અંગે પરિપત્ર સુરત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં ખાનગી હોસ્પિટલમાં પણ રેમડીસીવર ઈન્જેકશન મળશે

હાલાકી ન થાય આ માટે નિર્ણય લેવાયો છે

સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ ETV Bharatને આ અંગે જણાવ્યું હતું કે, આ માટે પદાધિકારી કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, કર્મચારી, નિવૃત્ત કર્મચારી અથવા તેમના આશ્રિત હોય તેવા લોકોને વૈદકીય રાહત પુસ્તિકાના પ્રથમ એકથી ત્રણ પાનાંની નકલ મનપાના ક્વોટામાં સ્મીમેરમાંથી ટ્રાન્સફર થયેલા 108 કોલથી મનપાના ક્વોટા ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીના કિસ્સામાં રેફરની નકલ આધારકાર્ડ RTPCR રિપોર્ટ અને ડોક્ટરના ઓરીજીનલ પ્રિક્રિપ્શનનીની કોપી સ્મીમેર હોસ્પિટલમાં લાલ કેસની દવા બારી નંબર-113 પર રજૂ કરવાની રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ તમામ લોકો ફ્રન્ટલાઈન તરીકે તમામ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં તેમને કોઈ હાલાકી ન થાય આ માટે નિર્ણય લેવાયો છે.

ABOUT THE AUTHOR

...view details